કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૩૭
जायदि जीवस्सेवं भावो संसारचक्कवालंमि ।
इदि जिणवरेहिं भणियं अणाइणिहणो सणिहणो वा ।।१३०।।
ग्रहण होता है, उससे फि र राग और द्वेष होने लग जाते हैं । इस प्रकार जीवका संसाररूपी
चक्रवालमें भवपरिणमन होता रहता है, ऐसा जिनेन्द्रदेवने कहा है । जो अनादिकालसे होते
हुए अनन्तकाल तक होता रहेगा, हाँ किन्हीं भव्यजीवोंके उसका अन्त भी हो जाता
है ।’’ ।।११।।
‘એ પ્રમાણે ભાવ, સંસારચક્રમાં જીવને અનાદિ – અનંત અથવા અનાદિ – સાંત થયા
કરે છે — એમ જિનવરોએ કહ્યું છે.’.......(૧૩૦)
(એ સ્નિગ્ધ પરિણામ અભવ્ય જીવોને અનાદિ – અનંત હોય છે અને કેટલાક ભવ્ય
જીવોને તે અનાદિ – સાંત હોય છે એટલે કે તે પરિણામનો અંત પણ આવે છે.)
ભાવાર્થ : — આ લોકમાં એ કથા પ્રસિદ્ધ છે કે દેવોએ મંથરાચલ પર્વતને મંથન –
દંડ બનાવી બે નેતરાંથી તેની ખેંચતાણ કરી સમુદ્રનું મંથન કર્યું, તેમ આ જીવ, દ્રવ્ય – ક્ષેત્ર –
કાળ – ભવ – ભાવરૂપ – પંચપરાવર્તનરૂપ – સંસાર – સમુદ્રમાં અજ્ઞાનજનિત રાગ – દ્વેષરૂપી નેતરાંની
આકર્ષણ – ક્રિયાથી અનાદિકાળથી ઘૂમતો રહ્યો છે.
કોઈ પણ વસ્તુ ઇષ્ટ કે અનિષ્ટ નથી છતાં જે વસ્તુ ઇષ્ટ લાગે છે તેમાં તે રાગ
કરે છે અને જે અનિષ્ટ લાગે છે તેમાં દ્વેષ કરે છે. દેહાદિ પદાર્થોમાં આત્મભ્રાન્તિ તે જ
રાગ – દ્વેષનું મૂળકારણ છે.
રાગ – દ્વેષ બંને શક્તિ – વ્યક્તિ અપેક્ષાએ યુગપત્ (એકી સાથે) હોય છે. જ્યાં એક
પ્રતિ રાગ પ્રગટરૂપે (વ્યક્તરૂપે) હોય, ત્યાં બીજા પ્રત્યે દ્વેષ પણ શક્તિરૂપે હોય જ. એમ
બંનેનો પરસ્પર અવિનાભાવસંબંધ છે.
રાગ – દ્વેષ બીજા અનેક દોષોનું મૂળ છે. તેનાથી મન અતિ વિહ્વળ અને ચંચળ બને
છે.
વળી, સંસારચક્રનું મૂળકારણ મિથ્યાત્વ અને રાગ – દ્વેષ જ છે, કારણ કે તેના નિમિત્તે
કર્મબંધ, કર્મબંધથી ગતિ – પ્રાપ્તિ, ગતિથી શરીર, શરીરથી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી વિષયગ્રહણ
અને વિષયગ્રહણથી રાગ – દ્વેષ અને વળી રાગ દ્વેષથી કર્મબંધ થાય છે – એમ સંસારચક્ર ચાલ્યા
જ કરે છે. ૧૧.