કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૭૧
तथा च [समाधितंत्रे ] — प्रच्याव्य विषयेभ्योऽहं मां मयैव मयि स्थितम् ।
बोधात्मानं प्रपन्नोऽस्मि परमानन्दनिर्वृतम् ।।३२।।
है । इसी तरह यह भी भावना करे कि जैसा कि पूज्यपादस्वामीके समाधिशतकमें कहा
है — ‘‘प्राच्याव्य विषयेभ्योऽहं०’’
‘‘मैं इन्द्रियोंके विषयोंसे अपनेको हटाकर अपनेमें स्थित ज्ञानस्वरूप एवं
परमानन्दमयी आपको अपने ही द्वारा प्राप्त हुआ हूँ ।।२२।।
‘હું ઇન્દ્રિયોના વિષયોથી હઠાવી પોતાનામાં સ્થિત જ્ઞાનસ્વરૂપ તથા પરમાનંદમયી
આત્માને આત્મા દ્વારા પ્રાપ્ત થયો છું.’
ભાવાર્થ : — પ્રથમ શ્રુતજ્ઞાન દ્વારા આત્માને જાણવો, પછી આત્મામાં એકાગ્ર થવાથી
ઇન્દ્રિયોની બાહ્ય પ્રવૃત્તિ સ્વયં અટકી જશે અર્થાત્ તેમની સ્વચ્છંદ પ્રવૃત્તિનો નાશ થશે અને તે
એકાગ્રતાથી અન્ય ચિંતાનો નિરોધ થઈ ધ્યાનાવસ્થામાં સ્વસંવેદન દ્વારા આત્માનો અનુભવ
થશે.
‘‘જે જ્ઞાન પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મન દ્વારા પ્રવર્તતું હતું, તે જ્ઞાન સર્વ બાજુથી
સમેટાઈ નિર્વિકલ્પ અનુભવમાં કેવળ સ્વરૂપસન્મુખ થયું, કેમ કે આ જ્ઞાન ક્ષયોપશમરૂપ છે.
તે એક કાળમાં એક જ્ઞેયને જ જાણી શકે. હવે તે જ જ્ઞાન સ્વરૂપ જાણવાને પ્રવર્ત્યું ત્યારે
અન્યને જાણવાનું સહેજ જ બંધ થયું. ત્યાં એવી દશા થઈ કે બાહ્ય અનેક શબ્દાદિક વિકાર
હોવા છતાં પણ સ્વરૂપધ્યાનીને તેની કાંઈ ખબર નથી. એ પ્રમાણે મતિજ્ઞાન પણ સ્વરૂપસન્મુખ
થયું. વળી નયાદિકના વિચારો મટવાથી શ્રુતજ્ઞાન પણ સ્વરૂપસન્મુખ થયું......તેથી જે જ્ઞાન
ઇન્દ્રિયો અને મન દ્વારા પ્રવર્તતું હતું તે જ જ્ઞાન હવે નિજ અનુભવમાં પ્રવર્તે છે, તથાપિ
આ જ્ઞાનને અતીન્દ્રિય કહીએ છીએ૧.’’
આત્મા સ્વ – પર પ્રતિભાસસ્વરૂપ છે અર્થાત્ સ્વ – પર પ્રકાશક છે. તે સ્વયં પોતાને
જાણતાં પર જણાઈ જાય છે, તેથી જાણવા માટે તેને બીજાં કરણોની (સાધનોની) આવશ્યકતા
રહેતી નથી.
સ્વ – સંવેદનમાં જ્ઞપ્તિ – ક્રિયાની નિષ્પત્તિ માટે બીજું કોઈ કરણ અથવા સાધકતમ હેતુ
નથી, કારણ કે આત્મા સ્વયં સ્વ – પર જ્ઞપ્તિરૂપ છે. માટે કારણાન્તરની (બીજા કારણની)
ચિંતા છોડી સ્વ – જ્ઞપ્તિ દ્વારા જ આત્માને જાણવો જોઈએ. ૨૨
૧. મોક્ષમાર્ગ પ્રકાશક — ગુ. આ. શ્રી ટોડરમલ્લજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી – પૃ. ૩૪૫.