કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૮૩
अत्राह शिष्य : — तर्हि कथं बन्धस्तत्प्रतिपक्षश्च मोक्ष इति भगवन् !
यद्यात्मकर्मद्रव्ययोरध्यात्मयोगेन विश्लेषः क्रियते तर्हि कथं केनोपायप्रकारेण तर्योबन्धः
परस्परप्रदेशानुप्रवेशलक्षणः संश्लेषः स्यात् । तत्पूर्वकत्वाद्विश्लेषस्य । कथं च तत्प्रतिपक्षो
बन्धविरोधीमोक्षः सकलकर्मविश्लेषलक्षणो जीवस्य स्यात्तस्यैवानन्तसुखहेतुत्वेन योगिभिः
प्रार्थनीयत्वात् ।
यहाँ पर शिष्यका कहना है कि भगवन् ! यदि आत्मद्रव्य और कर्मद्रव्यका
अध्यात्मयोगके बलसे बन्ध न होना बतलाया जाता है, तो फि र किस प्रकारसे उन दोनोंमें
(आत्मा और कर्मरूप पुद्गल द्रव्योंमें) परस्पर एकके प्रदेशोंमें दूसरेके प्रदेशोंका मिल जाना
रूप बंध होगा ? क्योंकि बन्धाभाव तो बंधपूर्वक ही होगा । और बंधका प्रतिपक्षी, संपूर्ण
कर्मोंकी विमुक्तावस्थारूप मोक्ष भी जीवको कैसे बन सकेगा ? जो कि अविच्छिन्न अविनाशी
सुखका कारण होनेसे योगियोंके द्वारा प्रार्थनीय हुआ करता है ?
કોઈ પર દ્રવ્યના સંબંધનો અભાવ હોવાથી સંયોગાદિરૂપ કોઈ નવો સંબંધ ઘટતો નથી,
પરંતુ તે અવસ્થામાં કર્માદિનો જે જૂનો સંયોગ સંબંધ છે, તેનો પણ નિર્જરા દ્વારા અભાવ
થાય છે.
શ્લોક-૨૪માં કહ્યું છે કે ‘અધ્યાત્મયોગથી કર્મોની શીઘ્ર નિર્જરા થાય છે’ – એ કથન
પૂર્વબદ્ધ કર્મોની અપેક્ષાએ છે. જ્યારે આત્માનું પરમાત્મા સાથે એકીકરણ થાય છે, ત્યારે
આત્મા જ ચિન્માત્ર થઈ જાય છે, તો પછી આત્માનો દ્રવ્યકર્મો સાથે સંબંધ જ કેવી રીતે
બને? ઉત્કૃષ્ટ અદ્વૈત ધ્યાનાવસ્થામાં નવા કર્મનો કોઈ પણ પ્રકારનો સંબંધ નથી, તો છૂટવું
કોનું (નિર્જરા કોની)? તેથી સિદ્ધયોગી યા ગતયોગી અથવા અયોગકેવલી ને કર્મોની નિર્જરા
કહી છે તે પૂર્વબદ્ધ કર્મોની થાય છે, એમ સમજવું. તેમને કર્મોની નિર્જરા થાય છે – એ કહેવું
એ વ્યવહારનયથી છે, નિશ્ચયનયથી નહિ. ૨૫
અહીં શિષ્ય કહે છે – ત્યારે બંધ અને તેનો પ્રતિપક્ષરૂપ મોક્ષ કેવી રીતે? ભગવાન્!
જો અધ્યાત્મયોગથી આત્મદ્રવ્ય અને દ્રવ્યકર્મનો વિશ્લેષ (એક બીજાથી ભિન્ન) કરવામાં
આવે, તો કેવી રીતે એટલે કયા પ્રકારના ઉપાય વડે, તે બંનેનો બંધ – અર્થાત્ પરસ્પર
પ્રદેશાનુપ્રવેશલક્ષણ સંશ્લેષ (સંયોગરૂપ બંધ) હોય? કારણ કે તે પૂર્વક (બંધપૂર્વક) જ
વિશ્લેષ (વિયોગ) હોય; અને તેનો પ્રતિપક્ષી એટલે બન્ધવિરોધી મોક્ષ જે સંપૂર્ણ કર્મોના
વિશ્લેષ (અભાવ) લક્ષણવાળો છે તે જીવને કેવી રીતે હોઈ શકે? કારણ કે અનંતસુખનું
કારણ હોવાથી યોગીઓ દ્વારા તે પ્રાર્થનીય છે.