પ્રથમ અધયાય
૧ પ્ર. દ્રવ્ય કોને કહે છે?
ઉ. ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે.
૨ પ્ર. ગુણ કોને કહે છે ?
ઉ. દ્રવ્યના પૂરા ભાગમાં અને તેની સર્વ હાલતોમાં
(અવસ્થામાં) જે રહે, તેને ગુણ કહે છે.
૩ પ્ર. ગુણના કેટલા ભેદ છે ?
ઉ. બે છેઃ – એક સામાન્ય, બીજો વિશેષ.
૪ પ્ર. સામાન્યગુણ કોને કહે છે ?
ઉ. જે સર્વ દ્રવ્યોમાં વ્યાપે, તેને સામાન્યગુણ કહે છે.
૫ પ્ર. વિશેષગુણ કોને કહે છે ?
ઉ. જે સર્વ દ્રવ્યોમાં ન વ્યાપે, તેને વિશેષગુણ કહે છે.
૬પ્ર. સામાન્યગુણ કેટલા છે ?
ઉ. અનેક છે, પણ તેમાં છ ગુણ મુખ્ય છે. જેમ
કેઃ – અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ
અને પ્રદેશત્વ.
✽ स्तुति ✽
मंगलं भगवान वीरो मंगलं गौतमो गणी ।
मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ।।
आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति किम् ।
परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम् ।।
अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया ।
चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ।।