૭ પ્ર. અસ્તિત્વગુણ કોને કહે છે ?
ઉ. જે શક્તિના કારણે દ્રવ્યનો કદી નાશ ન થાય,
તેને અસ્તિત્વગુણ કહે છે.
૮ પ્ર. વસ્તુત્વગુણ કોને કહે છે ?
ઉ. જે શક્તિના કારણથી દ્રવ્યમાં અર્થક્રિયા હોય; તેને
વસ્તુત્વગુણ કહે છે; જેમકે ઘડાની અર્થક્રિયા જલધારણ છે.
૯ પ્ર. દ્રવ્યત્વગુણ કોને કહે છે ?
ઉ. જે શક્તિના કારણથી દ્રવ્ય સદા એક સરખાં ન
રહે અને જેની પર્યાયો (હાલતો) હમેશાં બદલાતી રહે.
૧૦ પ્ર. પ્રમેયત્વગુણ કોને કહે છે ?
ઉ. જે શક્તિના કારણથી દ્રવ્ય કોઈને કોઈ જ્ઞાનનો
વિષય હોય, તેને પ્રમેયત્વગુણ કહે છે.
૧૧ પ્ર. અગુરુલઘુત્વગુણ કોને કહે છે ?
ઉ. જે શક્તિના કારણથી દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે,
અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે ન પરિણમે અથવા એક
ગુણ બીજા ગુણરૂપે ન પરિણમે તથા એક દ્રવ્યના અનેક
અથવા અનન્તગુણ વિખરાઈને જુદા જુદા ન થઈ જાય, તેને
અગુરુલઘુત્વગુણ કહે છે.
૧૨ પ્ર. પ્રદેશત્વગુણ કોને કહે છે ?
ઉ. જે શક્તિના કારણથી દ્રવ્યનો કોઈપણ આકાર
અવશ્ય હોય.
૧૩ પ્ર. દ્રવ્યના કેટલા ભેદ છે ?
ઉ. છ ભેદ છેઃ – જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ
અને કાળ.
૧૪ પ્ર. જીવદ્રવ્ય કોને કહે છે ?
ઉ. જેમાં ચેતના ગુણ પ્રાપ્ત હોય, તેને જીવદ્રવ્ય કહે છે.
૧૫ પ્ર. પુદ્ગલદ્રવ્ય કોને કહે છે ?
ઉ. જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ હોય.
૧૬ પ્ર. પુદ્ગલ દ્રવ્યના કેટલા ભેદ છે ?
ઉ. બે ભેદ છેઃ – એક પરમાણુ, બીજો સ્કંધ.
૧૭ પ્ર. પરમાણુ કોને કહે છે ?
ઉ. સર્વથી નાના પુદ્ગલને પરમાણુ કહે છે.
૪ ][ અધ્યાયઃ ૧શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૫