૧૮ પ્ર. સ્કંધ કોને કહે છે ?
ઉ. અનેક પરમાણુઓનાં બંધને સ્કંધ કહે છે.
૧૯ પ્ર. બંધ કોને કહે છે ?
ઉ. અનેક ચીજોમાં એકપણાનું જ્ઞાન કરાવવાવાળા
સંબંધવિશેષને બંધ કહે છે.
૨૦ પ્ર. સ્કંધના કેટલા ભેદ છે ?
ઉ. આહારવર્ગણા, તૈજસવર્ગણા, ભાષાવર્ગણા,
મનોવર્ગણા, કાર્માણવર્ગણા વગેરે બાવીસ ભેદ છે.
૨૧ પ્ર. આહારવર્ગણા કોને કહે છે ?
ઉ. ઔદારિક, વૈક્રિયિક અને આહારક, એ ત્રણ
શરીરરૂપ જે પરિણમે, તેને આહારવર્ગણા કહે છે.
૨૨ પ્ર. ઔદારિક શરીર કોને કહે છે ?
ઉ. મનુષ્ય તિર્યંચના સ્થૂળ શરીરને ઔદારિક શરીર
કહે છે.
૨૩ પ્ર. વૈક્રિયિક શરીર કોને કહે છે ?
ઉ. જે નાના, મોટા, એક, અનેક વગેરે જુદા જુદા
પ્રકારની ક્રિયાઓ કરે એવાં દેવો અને નારકીઓનાં શરીરને
વૈક્રિયિક શરીર કહે છે.
૨૪ પ્ર. આહારક શરીર કોને કહે છે ?
ઉ. છઠ્ઠા ગુણસ્થાનવર્તી મુનિને તત્ત્વોમાં કોઈ શંકા
ઉત્પન્ન થયેથી કેવળી અથવા શ્રુતકેવળીની સમીપ જવાને
માટે મસ્તકમાંથી જે એક હાથનું પુતળું નીકળે છે, તેને
આહારક શરીર કહે છે.
૨૫ પ્ર. તૈજસવર્ગણા કોને કહે છે ?
ઉ. ઔદારિક અને વૈક્રિયિક શરીરને કાંતિ
આપવાવાળું તૈજસ શરીર જે વર્ગણાથી બને, તેને તૈજસ-
વર્ગણા કહે છે.
૨૬ પ્ર. ભાષાવર્ગણા કોને કહે છે ?
ઉ. જે શબ્દરૂપ પરિણમે, તેને ભાષાવર્ગણા કહે છે.
૨૬(અ) પ્ર. મનોવર્ગણા કોને કહે છે ?
ઉ. જે વર્ગણા મનરૂપે પરિણમે, તેને મનોવર્ગણા કહે
છે.
૬ ][ અધ્યાયઃ ૧શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૭