૨૭ પ્ર. કાર્માણવર્ગણા કોને કહે છે ?
ઉ. જે કાર્માણ શરીરરૂપ પરિણમે, તેને કાર્માણવર્ગણા
કહે છે.
૨૮ પ્ર. કાર્માણ શરીર કોને કહે છે ?
ઉ. જ્ઞાનાવરણ આદિ આઠ કર્મોના સમૂહને કાર્માણ
શરીર કહે છે.
૨૯ પ્ર. તૈજસ અને કાર્માણ શરીર કોને હોય છે ?
ઉ. સર્વ સંસારી જીવોને તૈજસ અને કાર્માણ શરીર
હોય છે.
૩૦ પ્ર. ધર્મ દ્રવ્ય કોને કહે છે ?
ઉ. સ્વયં ગતિરૂપ પરિણત જીવ અને પુદ્ગલોને ગમન
કરતી વખતે જે નિમિત્ત (ઉદાસીનપણે હાજર) હોય તેને
ધર્મદ્રવ્ય કહે છે. જેમકે – માછલીને માટે પાણી.
૩૧ પ્ર. અધર્મ દ્રવ્ય કોને કહે છે?
ઉ. સ્વયં ગતિપૂર્વક સ્થિતિ પરિણામને પ્રાપ્ત થયેલા
જીવ અને પુદ્ગલને સ્થિર થતી વખતે જે નિમિત્ત
(ઉદાસીનપણે હાજર) હોય તેને અધર્મ દ્રવ્ય કહે છે. જેમકે
સ્થિર થવા ઇચ્છનાર મુસાફરને માટે ઝાડનો છાંયો.
૩૨ પ્ર. આકાશદ્રવ્ય કોને કહે છે ?
ઉ. જે જીવાદિક પાંચે દ્રવ્યોને રહેવાને માટે જગ્યા આપે.
૩૩ પ્ર. કાળ દ્રવ્ય કોને કહે છે ?
ઉ. પોતપોતાની અવસ્થારૂપે સ્વયં પરિણમતા
જીવાદિક દ્રવ્યોને પરિણમન વખતે જે નિમિત્ત (ઉદાસીન
હાજર) હોય, તેને કાળદ્રવ્ય કહે છે. જેમ કે – કુંભારના
ચાકને ફરવા ટાણે લોઢાનો ખીલો.
૩૪ પ્ર. કાળના કેટલા ભેદ છે ?
ઉ. બે છેઃ – એક નિશ્ચયકાળ, બીજો વ્યવહારકાળ.
૩૫ પ્ર. નિશ્ચયકાળ કોને કહે છે ?
ઉ. કાળદ્રવ્યને નિશ્ચયકાળ કહે છે.
૩૬ પ્ર. વ્યવહારકાળ કોને કહે છે ?
ઉ. કાળદ્રવ્યની ઘડી, દિવસ, માસ આદિ પર્યાયોને
વ્યવહારકાળ કહે છે.
૩૭ પ્ર. પર્યાય કોને કહે છે ?
ઉ. ગુણના વિશેષ કાર્યને (પરિણામને) પર્યાય કહે છે.
૮ ][ અધ્યાયઃ ૧શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૯