૩૮ પ્ર. પર્યાયના કેટલા ભેદ છે ?
ઉ. બે છેઃ – વ્યંજનપર્યાય અને અર્થપર્યાય.
૩૯ પ્ર. વ્યંજનપર્યાય કોને કહે છે ?
ઉ. પ્રદેશત્વ ગુણના વિકારને વ્યંજનપર્યાય કહે છે.
૪૦ પ્ર. વ્યંજનપર્યાયના કેટલા ભેદ છે ?
ઉ. બે છેઃ – સ્વભાવવ્યંજનપર્યાય અને વિભાવવ્યંજન-
પર્યાય.
૪૧ પ્ર. સ્વભાવવ્યંજનપર્યાય કોને કહે છે?
ઉ. બીજાના નિમિત્ત વિના જે વ્યંજનપર્યાય હોય,
જેમકે – જીવની સિદ્ધપર્યાય.
૪૨ પ્ર. વિભાવવ્યંજનપર્યાય કોને કહે છે ?
ઉ. બીજાના નિમિત્તથી જે વ્યંજનપર્યાય હોય,
જેમકે – જીવની મનુષ્ય-નારકાદિ પર્યાય.
૪૩ પ્ર. અર્થપર્યાય કોને કહે છે ?
ઉ. પ્રદેશત્વ ગુણના સિવાય અન્ય સમસ્ત ગુણોના
વિકારને અર્થપર્યાય કહે છે.
૪૪ પ્ર. અર્થપર્યાયના કેટલા ભેદ છે ?
ઉ. બે છેઃ – સ્વભાવઅર્થપર્યાય અને વિભાવઅર્થપર્યાય.
૪૫ પ્ર. સ્વભાવઅર્થપર્યાય કોને કહે છે ?
ઉ. બીજાના નિમિત્ત વિના જે અર્થપર્યાય હોય, તેને
સ્વભાવઅર્થપર્યાય કહે છે. જેમકે – જીવનું કેવળજ્ઞાન.
૪૬ પ્ર. વિભાવઅર્થપર્યાય કોને કહે છે ?
ઉ. બીજાના નિમિત્તથી જે અર્થપર્યાય હોય, તેને
વિભાવઅર્થપર્યાય કહે છે. જેમકે – જીવના રાગ, દ્વેષ આદિ.
૪૭ પ્ર. ઉત્પાદ કોને કહે છે ?
ઉ. દ્રવ્યમાં નવીન પર્યાયની પ્રાપ્તિને ઉત્પાદ કહે છે.
૪૮ પ્ર. વ્યય કોને કહે છે ?
ઉ. દ્રવ્યના પૂર્વ પર્યાયના ત્યાગને વ્યય કહે છે.
૪૯ પ્ર. ધ્રૌવ્ય કોને કહે છે ?
ઉ. પ્રત્યભિજ્ઞાનના કારણભૂત દ્રવ્યની કોઈ પણ
અવસ્થાની નિત્યતાને ધ્રૌવ્ય કહે છે.
૧૦ ][ અધ્યાયઃ ૧શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૧