૫૦ પ્ર. દ્રવ્યોમાં વિશેષ ગુણ ક્યા ક્યા છે ?❃
ઉ. જીવ દ્રવ્યમાં ચેતના, સમ્યક્ત્વ, ચારિત્ર ક્રિયાવતી
શક્તિ ઇત્યાદિ; પુદ્ગલદ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ક્રિયાવતી
શક્તિ; ધર્મદ્રવ્યમાં ગતિહેતુત્વ વગેરે; અધર્મદ્રવ્યમાં
સ્થિતિહેતુત્વ વગેરે; આકાશ દ્રવ્યમાં અવગાહનહેતુત્વ અને
કાળ દ્રવ્યમાં પરિણમનહેતુત્વ વગેરે.
૫૧ પ્ર. આકાશના કેટલા ભેદ છે ?
ઉ. આકાશ એક જ અખંડ દ્રવ્ય છે.
૫૨ આકાશ ક્યાં છે ?
ઉ. આકાશ સર્વવ્યાપી છે.
૫૩ પ્ર. લોકાકાશ કોને કહે છે ?
ઉ. જ્યાં સુધી જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ એ
પાંચ દ્રવ્ય છે, ત્યાં સુધીના આકાશને લોકાકાશ કહે છે.
૫૪ પ્ર. અલોકાકાશ કોને કહે છે ?
ઉ. લોકના બહારના આકાશને અલોકાકાશ કહે છે.
૫૫ પ્ર. લોકની મોટાઈ, ઊંચાઈ અને પહોળાઈ
કેટલી છે ?
ઉ. લોકની મોટાઈ ઉત્તર અને દક્ષિણ દિશામાં સર્વ
જગ્યાએ સાત રાજૂ છે. પહોળાઈ પૂર્વ અને પશ્ચિમ દિશામાં
મૂળમાં (નીચે જમીનમાં) સાત રાજૂ છે. અને ઉપર અનુક્રમે
ઘટીને સાત રાજૂની ઊંચાઈ ઉપર પહોળાઈ એક રાજૂ છે.
પછી અનુક્રમે વધીને સાડા દશ રાજૂની ઊંચાઈ ઉપર
પહોળાઈ પાંચ રાજૂ છે. પછી અનુક્રમે ઘટીને ચૌદ રાજૂની
ઊંચાઈ ઉપર એક રાજૂ પહોળાઈ છે. અને ઊર્ધ્વ તથા અધો
દિશામાં ઊંચાઈ ચૌદ રાજુની છે.
૫૬ પ્ર. ધર્મ તથા અધર્મ દ્રવ્ય ખંડરૂપ છે કે
અખંડરૂપ છે ? અને તેની સ્થિતિ ક્યાં છે ?
ઉ. ધર્મ અને અધર્મ બંને એક એક અખંડ દ્રવ્ય છે
અને તે બન્નેય સમસ્ત લોકાકાશમાં વ્યાપ્ત છે.
૧૨ ][ અધ્યાયઃ ૧શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૩
❃જીવ અને પુદ્ગલમાં, પોતે પોતાની, ક્રિયાવતી નામની ખાસ
એક શક્તિ છે કે જેના કારણે તે પોતે પોતાની લાયકાત
અનુસાર ગમન કરે છે અને સ્થિર થાય છે. કોઈ દ્રવ્ય (જીવ
કે પુદ્ગલ) એક બીજાને ગમન કે સ્થિર કરાવતું નથી. તે બંને
દ્રવ્યો પોતાની ક્રિયાવતી શક્તિથી તે સમયની પર્યાયની
લાયકાત અનુસાર ગમન કરે છે અને સ્થિર થાય છે.