૫૭ પ્ર. પ્રદેશ કોને કહે છે ?
ઉ. આકાશના જેટલા ભાગને એક પુદ્ગલ પરમાણુ
રોકે, તેટલા ભાગને પ્રદેશ કહે છે.
૫૮ પ્ર. કાળદ્રવ્ય કેટલા ભેદરૂપ છે અને તેની
સ્થિતિ ક્યાં છે ?
ઉ. લોકાકાશના જેટલા પ્રદેશ છે, તેટલા જ કાળદ્રવ્ય
છે. અને લોકાકાશના એક એક પ્રદેશ પર એક એક
કાળદ્રવ્ય (કાલાણુ) સ્થિત છે.
૫૯ પ્ર. પુદ્ગલદ્રવ્ય કેટલા અને તેની સ્થિતિ ક્યાં છે ?
ઉ. પુદ્ગલદ્રવ્ય અનંતાનંત છે અને તે સમસ્ત
લોકાકાશમાં ભરેલા છે.
૬૦ પ્ર. જીવદ્રવ્ય કેટલા અને ક્યાં છે ?
ઉ. જીવદ્રવ્ય અનંતાનંત છે અને તે સમસ્ત
લોકાકાશમાં ભરેલા છે.
૬૧ પ્ર. એક જીવ કેટલો મોટો છે ?
ઉ. એક જીવ પ્રદેશોની અપેક્ષાએ લોકાકાશની
બરાબર છે, પરંતુ સંકોચ – વિસ્તારના કારણથી પોતાના
શરીરપ્રમાણ છે; અને મુક્ત જીવ અંતના શરીરપ્રમાણ છે.
૬૨ પ્ર. લોકાકાશની બરાબર ક્યો જીવ છે ?
ઉ. મોક્ષ જતાં પહેલાં સમુદ્ઘાત કરવાવાળો જીવ
લોકાકાશની બરાબર થાય છે.
૬૩ પ્ર. સમુદ્ઘાત કોને કહે છે ?
ઉ. મૂળ શરીર છોડ્યા વગર જીવના પ્રદેશોનું બહાર
નીકળવું તેને સમુદ્ઘાત કહે છે.
૬૪ પ્ર. અસ્તિકાય કોને કહે છે?
ઉ. બહુપ્રદેશી દ્રવ્યને અસ્તિકાય કહે છે.
૬૫ પ્ર. અસ્તિકાય કેટલા છે ?
ઉ. પાંચ છેઃ – જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને
આકાશ; એ પાંચ દ્રવ્યોને પંચાસ્તિકાય કહે છે. કાળદ્રવ્ય
બહુપ્રદેશી નથી, તે કારણથી તે અસ્તિકાય પણ નથી.
૬૬ પ્ર. જો પુદ્ગલપરમાણુ એકપ્રદેશી છે, તો તે
અસ્તિકાય કેવી રીતે છે ?
ઉ. પુદ્ગલ પરમાણુ શક્તિની અપેક્ષાથી અસ્તિકાય
છે અર્થાત્ સ્કંધ રૂપમાં થઈ (રૂપે પરિણમી) બહુપ્રદેશી થઈ
૧૪ ][ અધ્યાયઃ ૧શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૫