જાય છે, તે માટે તે ઉપચારથી અસ્તિકાય છે.
૬૭ પ્ર. અનુજીવી ગુણ કોને કહે છે ?
ઉ. ભાવસ્વરૂપ ગુણોને અનુજીવી ગુણ કહે છે.
જેમકે – શ્રદ્ધા, ચારિત્ર, સુખ, ચેતના, સ્પર્શ, રસ, ગંધ,
વર્ણાદિક.
૬૮ પ્ર. પ્રતિજીવી ગુણ કોને કહે છે ?
ઉ. વસ્તુના અભાવસ્વરૂપ ધર્મને પ્રતિજીવી ગુણ કહે
છે; જેમકે નાસ્તિત્વ, અમૂર્તત્વ, અચેતનત્વ વગેરે.
૬૯ પ્ર. અભાવ કોને કહે છે ?
ઉ. એક પદાર્થનું બીજા પદાર્થમાં નહિ હોવાપણું – તેને
અભાવ કહે છે.
૭૦ પ્ર. અભાવના કેટલા ભેદ છે ?
ઉ. ચાર છે – પ્રાગભાવ, પ્રધ્વંસાભાવ, અન્યોન્યાભાવ
અને અત્યન્તાભાવ.
૭૧ પ્ર. પ્રાગભાવ કોને કહે છે ?
ઉ. વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં જે અભાવ તેને
પ્રાગભાવ કહે છે.
૭૨ પ્ર. પ્રધ્વંસાભાવ કોને કહે છે ?
ઉ. આગામી પર્યાયમાં વર્તમાન પર્યાયના અભાવને
પ્રધ્વંસાભાવ કહે છે.
૭૩ પ્ર. અન્યોન્યાભાવ કોને કહે છે ?
ઉ. પુદ્ગલદ્રવ્યના એક વર્તમાન પર્યાયમાં બીજા
પુદ્ગલનાં વર્તમાન પર્યાયના અભાવને અન્યોન્યાભાવ
કહે છે.
૭૪ પ્ર. અત્યંતાભાવ કોને કહે છે ?
ઉ. એક દ્રવ્યમાં બીજા દ્રવ્યના અભાવને
અત્યન્તાભાવ કહે છે.
અનુજીવી ગુણ
૭૫ પ્ર. જીવના અનુજીવી ગુણ ક્યા ક્યા છે ?
ઉ. ચેતના, શ્રદ્ધા, ચારિત્ર, સુખ, વીર્ય, ભવ્યત્વ,
અભવ્યત્વ, જીવત્વ, વૈભાવિક, કર્તૃત્વ, ભોક્તૃત્વ વગેરે
અનંતગુણ છે.
૧૬ ][ અધ્યાયઃ ૧શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૭