૭૬ પ્ર. જીવના પ્રતિજીવી ગુણ ક્યા ક્યા છે ?
ઉ. અવ્યાબાધ, અવગાહ, અગુરુલઘુ, સૂક્ષ્મત્વ,
નાસ્તિત્વ ઇત્યાદિ
૭૭ પ્ર. ચેતના કોને કહે છે ?
ઉ. જે શક્તિના કારણે પદાર્થોનો પ્રતિભાસ થાય, તેને
ચેતના કહે છે.
૭૮ પ્ર. ચેતનાના કેટલા ભેદ છે ?
ઉ. બે છેઃ – દર્શનચેતના અને જ્ઞાનચેતના.
૭૯ પ્ર. દર્શનચેતના કોને કહે છે ?
ઉ. જેમાં મહાસત્તાનો (સામાન્યનો) પ્રતિભાસ
(નિરાકાર ઝલક) હોય, તેને દર્શનચેતના કહે છે.
૮૦ પ્ર. મહાસત્તા કોને કહે છે ?
ઉ. સમસ્ત પદાર્થોના અસ્તિત્વ ગુણને ગ્રહણ
કરવાવાળી સત્તાને મહાસત્તા કહે છે.
૮૧ પ્ર. જ્ઞાનચેતના કોને કહે છે ?
ઉ. અવાન્તરસત્તાવિશિષ્ટ વિશેષપદાર્થને વિષય
કરવાવાળી ચેતનાને જ્ઞાનચેતના કહે છે.
૮૨ પ્ર. અવાંતરસત્તા કોને કહે છે ?
ઉ. કોઈ પણ વિવક્ષિત પદાર્થની સત્તાને અવાંતર
સત્તા કહે છે.
૮૩ પ્ર. દર્શનચેતનાના કેટલા ભેદ છે ?
ઉ. ચાર છેઃ – ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન
અને કેવળદર્શન.
૮૪ પ્ર. જ્ઞાનચેતનાના કેટલા ભેદ છે ?
ઉ. પાંચ છેઃ – મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન,
મનઃપર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન.
૮૫ પ્ર. મતિજ્ઞાન કોને કહે છે ?
ઉ. ઇન્દ્રિય અને મનની સહાયતાથી જે જ્ઞાન થાય,
તેને મતિજ્ઞાન કહે છે.
૮૬ પ્ર. મતિજ્ઞાનના કેટલા ભેદ છે ?
ઉ. બે છેઃ – સાંવ્યવહારિકપ્રત્યક્ષ અને પરોક્ષ.
૮૭ પ્ર. પરોક્ષ મતિજ્ઞાનના કેટલા ભેદ છે ?
ઉ. ચાર છેઃ – સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અને
અનુમાન.
૧૮ ][ અધ્યાયઃ ૧શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૯