૮૮ પ્ર. મતિજ્ઞાનના બીજી રીતે કેટલા ભેદ છે ?
ઉ. ચાર છેઃ – અવગ્રહ, ઇહા, અવાય અને ધારણા.
૮૯ પ્ર. અવગ્રહ કોને કહે છે ?
ઉ. ઇન્દ્રિય અને પદાર્થના યોગ્ય સ્થાનમાં (મૌજૂદ
સ્થાનમાં) રહેવાથી સામાન્યપ્રતિભાસરૂપ દર્શનની પછી
અવાન્તરસત્તાસહિત વિશેષ વસ્તુના જ્ઞાનને અવગ્રહ કહે છે,
જેમકે આ મનુષ્ય છે.
૯૦ પ્ર. ઇહાજ્ઞાન કોને કહે છે ?
ઉ. અવગ્રહ જ્ઞાનથી જાણેલા પદાર્થના વિશેષમાં
ઉત્પન્ન થયેલા સંશયને દૂર કરતા એવા અભિલાષ સ્વરૂપ
જ્ઞાનને ઇહા કહે છે. જેમકે – તે ઠાકુરદાસજી છે. આ જ્ઞાન
એટલું કમજોર છે કે કોઈપણ પદાર્થની ઇહા થઈને છૂટી
જાય, તો તેના વિષયમાં કાળાંતરમાં સંશય અને વિસ્મરણ
થઈ જાય છે.
૯૧ પ્ર. અવાય કોને કહે છે ?
ઉ. ઇહાથી જાણેલા પદાર્થમાં આ તે જ છે, અન્ય
નથી એવા દ્રઢ જ્ઞાનને અવાય કહે છે. જેમકે – તે
ઠાકોરદાસજી જ છે, બીજો કોઈ નથી. અવાયથી જાણેલા
પદાર્થમાં સંશય તો થતો નથી, પરંતુ વિસ્મરણ થઈ જાય
છે.
૯૨ પ્ર. ધારણા કોને કહે છે ?
ઉ. જે જ્ઞાનથી જાણેલા પદાર્થમાં કાળાંતરમાં સંશય
તથા વિસ્મરણ ન થાય, તેને ધારણા કહે છે.
૯૩ પ્ર. મતિજ્ઞાનના વિષયભૂત પદાર્થોના કેટલા
ભેદ છે ?
ઉ. બે છેઃ – વ્યક્ત અને અવ્યક્ત.
૯૪ પ્ર. અવગ્રહાદિક જ્ઞાન બન્નેય પ્રકારના
પદાર્થોમાં થઈ શકે છે અથવા કેવી રીતે ?
ઉ. વ્યક્ત (પ્રગટરૂપ) પદાર્થમાં અવગ્રહાદિક ચારે
જ્ઞાન હોય છે. પરંતુ અવ્યક્ત (અપ્રગટરૂપ) પદાર્થનું માત્ર
અવગ્રહ જ્ઞાન જ હોય છે.
૯૫ પ્ર. અર્થાવગ્રહ કોને કહે છે ?
ઉ. વ્યક્ત (પ્રગટ) પદાર્થના અવગ્રહજ્ઞાનને
અર્થાવગ્રહ કહે છે.
૨૦ ][ અધ્યાયઃ ૧શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૨૧