૯૬ પ્ર. વ્યંજનાવગ્રહ કોને કહે છે ?
ઉ. અવ્યક્ત (અપ્રગટરૂપ) પદાર્થના અવગ્રહને
વ્યંજનાવગ્રહ કહે છે.
૯૭ પ્ર. વ્યંજનાવગ્રહ અર્થાવગ્રહની માફક સર્વ
ઇન્દ્રિયો અને મન દ્વારા થાય છે ? કે કેવી રીતે ?
ઉ. વ્યંજનાવગ્રહ ચક્ષુ અને મનના સિવાય બાકીની
સર્વે ઇન્દ્રિયોથી થાય છે.
૯૮ પ્ર. વ્યક્ત અને અવ્યક્ત પદાર્થોના કેટલા ભેદ
છે?
ઉ. દરેકના બાર બાર ભેદ છે. બહુ, એક, બહુવિધ,
એકવિધ, ક્ષિપ્ર, અક્ષિપ્ર, નિસૃત, અનિસૃત, ઉક્ત, અનુક્ત,
ધ્રુવ, અધ્રુવ.
૯૯ પ્ર. શ્રુતજ્ઞાન કોને કહે છે ?
ઉ. મતિજ્ઞાનથી જાણેલા પદાર્થના સંબંધને લઈને
થયેલ બીજા પદાર્થના જ્ઞાનને શ્રુતજ્ઞાન કહે છે. જેમકે – ‘ઘડો’
શબ્દ સાંભળવા પછી ઉત્પન્ન થયેલા કંબુગ્રીવાદિરૂપ ઘડાનું
જ્ઞાન.
૧૦૦ પ્ર. દર્શન ક્યારે થાય છે ?
ઉ. જ્ઞાનના પહેલાં દર્શન થાય છે. દર્શન વિના
અલ્પજ્ઞજનોને જ્ઞાન થતું નથી, પરંતુ સર્વજ્ઞ દેવને જ્ઞાન અને
દર્શન એક સાથે થાય છે.
૧૦૧ પ્ર. ચક્ષુદર્શન કોને કહે છે?
ઉ. નેત્રજન્ય મતિજ્ઞાનના પહેલાં સામાન્ય પ્રતિભાસ
અથવા અવલોકનને ચક્ષુદર્શન કહે છે.
૧૦૨ પ્ર. અચક્ષુદર્શન કોને કહે છે?
ઉ. ચક્ષુ (આંખ)ના સિવાય બાકીની ઇન્દ્રિયો અને
મનસંબંધી મતિજ્ઞાનના પહેલાં થવાવાળા સામાન્ય અવલોકન
(દર્શન) ને અચક્ષુદર્શન કહે છે.
૧૦૩ પ્ર. અવધિદર્શન કોને કહે છે?
ઉ. અવધિજ્ઞાનની પહેલાં થનાર સામાન્ય
અવલોકનને અવધિદર્શન કહે છે.
૧૦૪ પ્ર. કેવળદર્શન કોને કહે છે?
ઉ. કેવળજ્ઞાનની સાથે થનાર સામાન્ય અવલોકનને
કેવળદર્શન કહે છે.
૨૨ ][ અધ્યાયઃ ૧શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૨૩