૧૦૫ પ્ર. શ્રદ્ધાગુણ કોને કહે છે?
ઉ. જે ગુણની નિર્મળદશા પ્રગટ થવાથી પોતાના
શુદ્ધ આત્માનો પ્રતિભાસ (યથાર્થ પ્રતીતિ) થાય, તેને
શ્રદ્ધાગુણ કહે છે.
૧૦૬ પ્ર. ચારિત્રગુણ કોને કહે છે?
ઉ. બાહ્ય અને આભ્યંતર ક્રિયાના નિરોધથી
પ્રાદુર્ભૂત આત્માની શુદ્ધિવિશેષને ચારિત્ર કહે છે, આવા
ચારિત્રની કારણભૂત શક્તિને ચારિત્રગુણ કહે છે.
૧૦૭ પ્ર. બાહ્યક્રિયા કોને કહે છે?
ઉ. હિંસા કરવી, જુઠું બોલવું, ચોરી કરવી, મૈથુન
સેવવું, પરિગ્રહસંચય કર્યા કરવો.
૧૦૮ પ્ર. આભ્યંતરક્રિયા કોને કહે છે?
ઉ. યોગ અને કષાયને આભ્યંતર ક્રિયા કહે છે.
૧૦૯ પ્ર. યોગ કોને કહે છે?
ઉ. મન, વચન, કાયાના નિમિત્તથી આત્માના પ્રદેશો
ચંચળ થવાપણાને યોગ કહે છે.
૧૧૦ પ્ર. કષાય કોને કહે છે?
ઉ. ક્રોધ, માન, માયા, લોભરૂપ આત્માના વિભાવ
પરિણામોને કષાય કહે છે.
૧૧૧ પ્ર. ચારિત્રના કેટલા ભેદ છે?
ઉ. ચાર છેઃ – સ્વરૂપાચરણચારિત્ર, દેશચારિત્ર,
સકલચારિત્ર અને યથાખ્યાતચારિત્ર કહે છે.
૧૧૨ પ્ર. સ્વરૂપાચરણચારિત્ર કોને કહે છે?
ઉ. શુદ્ધાત્માનુભવથી અવિનાભાવી ચારિત્રવિશેષને
સ્વરૂપાચરણચારિત્ર કહે છે.
૧૧૩ પ્ર. દેશચારિત્ર કોને કહે છે?
ઉ. શ્રાવકોના વ્રતોને દેશચારિત્ર કહે છે.
૧૧૪ પ્ર. સકલચારિત્ર કોને કહે છે?
ઉ. મુનિઓનાં વ્રતોને સકલચારિત્ર કહે છે.
૧૧૫ પ્ર. યથાખ્યાતચારિત્ર કોને કહે છે?
ઉ. કષાયોના સર્વથા અભાવથી પ્રાદુર્ભૂત આત્માની
શુદ્ધિવિશેષને યથાખ્યાતચારિત્ર કહે છે.
૨૪ ][ અધ્યાયઃ ૧શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૨૫