૧૧૬ પ્ર. સુખગુણ કોને કહે છે?
ઉ. આહ્લાદસ્વરૂપ આત્માના પરિણામવિશેષને
સુખ કહે છે. તેની કારણભૂત શક્તિને સુખગુણ કહે છે.
૧૧૭ પ્ર. વીર્ય કોને કહે છે?
ઉ. આત્માની શક્તિને (બળને) વીર્ય કહે છે, તેના
કારણભૂત ત્રિકાળી શક્તિને વીર્યગુણ કહે છે.
૧૧૮ પ્ર. ભવ્યત્વ ગુણ કોને કહે છે?
ઉ. જે શક્તિના નિમિત્તથી આત્મામાં સમ્યગ્દર્શન,
સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર પ્રગટ થવાની યોગ્યતા હોય, તેને
ભવ્યત્વ ગુણ કહે છે.
૧૧૯ પ્ર. અભવ્યત્વ ગુણ કોને કહે છે?
ઉ. જે શક્તિના નિમિત્તથી આત્મામાં સમ્યગ્દર્શન,
સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર પ્રગટ થવાની યોગ્યતા ન હોય
તેને અભવ્યત્વ ગુણ કહે છે.
૧૨૦ પ્ર. જીવત્વ ગુણ કોને કહે છે?
ઉ. જે શક્તિના નિમિત્તથી આત્મા પ્રાણ ધારણ કરે
તેને જીવત્વ ગુણ કહે છે
૧૨૧ પ્ર. પ્રાણ કોને કહે છે?
ઉ. જેના સંયોગથી આ જીવ, જીવનઅવસ્થાને પ્રાપ્ત
થાય અને વિયોગથી મરણઅવસ્થાને પ્રાપ્ત થાય, તેને પ્રાણ
કહે છે.
૧૨૨ પ્ર. પ્રાણના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃ – દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ.
૧૨૩ પ્ર દ્રવ્યપ્રાણના કેટલા ભેદ છે?
ઉ. દશ છેઃ – મન, વચન, કાય, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય,
ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ અને આયુ.
૧૨૪ પ્ર. ભાવપ્રાણ કોને કહે છે?
ઉ. આત્માની જે શક્તિના નિમિત્તથી ઇન્દ્રિયાદિક
પોતાના કાર્યમાં પ્રવર્તે તેને ભાવપ્રાણ કહે છે.
૧૨૫ પ્ર. ક્યા જીવને કેટલા પ્રાણ હોય છે?
ઉ. એકેન્દ્રિય જીવને ચાર પ્રાણ હોય છે.
સ્પર્શનેન્દ્રિય, કાયબળ, શ્વાસોચ્છ્વાસ અને આયુ, દ્વીન્દ્રિય
જીવને છ પ્રાણ – સ્પર્શનેન્દ્રિય, કાયબળ, શ્વાસોચ્છ્વાસ, આયુ,
રસનેન્દ્રિય અને વચન. ત્રીન્દ્રિય જીવને સાત પ્રાણ
૨૬ ][ અધ્યાયઃ ૧શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૨૭