– સ્પર્શનેન્દ્રિય, કાયબળ, શ્વાસોચ્છ્વાસ, આયુ, રસનેન્દ્રિય,
વચન, ઘ્રાણેન્દ્રિય. ચતુરિન્દ્રિય જીવોને આઠ પ્રાણ
– સ્પર્શનેન્દ્રિય, કાયબળ, શ્વાસોચ્છ્વાસ, આયુ, રસનેન્દ્રિય,
વચન, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય. પંચેન્દ્રિય અસંજ્ઞી જીવોને નવ
પ્રાણ – સ્પર્શનેન્દ્રિય, કાયબળ, શ્વાસોચ્છ્વાસ, આયુ,
રસનેન્દ્રિય, વચન, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય અને
સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને દશપ્રાણ – સ્પર્શનેન્દ્રિય, કાયબળ,
શ્વાસોચ્છ્વાસ, આયુ, રસનેન્દ્રિય, વચન, ઘ્રાણેન્દ્રિય,
ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય અને મનબળ.
૧૨૬ (ક) પ્ર. ભાવપ્રાણના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃ – ભાવેન્દ્રિય અને બલપ્રાણ.
૧૨૬ (ખ) પ્ર. ભાવેન્દ્રિયના કેટલા ભેદ છે?
ઉ. પાંચ છેઃ – સ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર.
૧૨૭ પ્ર. બલપ્રાણના કેટલા ભેદ છે?
ઉ. ત્રણ છેઃ – મનોબલ, વચનબલ અને કાયબલ.
૧૨૮ પ્ર. વૈભાવિક ગુણ કોને કહે છે?
ઉ. જે શક્તિના નિમિત્તથી બીજા દ્રવ્યનો સંબંધ
થતાં આત્મામાં વિભાવ પરિણતિ થાય, તે શક્તિને વૈભાવિક
ગુણ કહે છે.
પ્રતિજીવી ગુણ
૧૨૯ પ્ર. અવ્યાબાધ પ્રતિજીવી ગુણ કોને કહે છે?
ઉ. શાતા અને અશાતારૂપ આકુળતાના અભાવને
અવ્યાબાધ પ્રતિજીવી ગુણ કહે છે.
૧૩૦ પ્ર. અવગાહ પ્રતિજીવીગુણ કોને કહે છે?
ઉ. પરતંત્રતાના અભાવને અવગાહ પ્રતિજીવી ગુણ
કહે છે.
૧૩૧ પ્ર. અગુરુલઘુત્વ પ્રતિજીવી ગુણ કોને કહે છે?
ઉ. ઉચ્ચતા અને નીચતાના અભાવને અગુરુલઘુત્વ
પ્રતિજીવીગુણ કહે છે.
૧૩૨ પ્ર. સૂક્ષ્મત્વ પ્રતિજીવી ગુણ કોને કહે છે?
ઉ. ઇન્દ્રિયોના વિષયરૂપ સ્થૂળતાના અભાવને
સૂક્ષ્મત્વ પ્રતિજીવી ગુણ કહે છે.
પ્રથમ અધ્યાયઃ સમાપ્ત
૨૮ ][ અધ્યાયઃ ૧શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૨૯