શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૩૧
બીજો અધયાય
૧૩૩ પ્ર. જીવના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃ – સંસારી અને મુક્ત.
૧૩૪ પ્ર. સંસારી જીવ કોને કહે છે?
ઉ. કર્મ સહિત જીવને સંસારી જીવ કહે છે.
૧૩૫ પ્ર. મુક્ત જીવ કોને કહે છે?
ઉ. કર્મરહિત જીવને મુક્ત જીવ કહે છે.
૧૩૬ પ્ર. કર્મ કોને કહે છે?
ઉ. જીવના રાગદ્વેષાદિક પરિણામોના નિમિત્તથી
કાર્માણવર્ગણારૂપ જે પુદ્ગલસ્કંધ જીવની સાથે બંધને પ્રાપ્ત
થાય છે, તેને કર્મ કહે છે.
૧૩૭ પ્ર. બંધના કેટલા ભેદ છે?
ઉ. ચાર છેઃ – પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને
અનુભાગબંધ.
૧૩૮ પ્ર. એ ચારે પ્રકારના બંધોનું કારણ શું છે?
ઉ. પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગ ( મન, વચન,
કાયના નિમિત્તે થતું આત્માના પ્રદેશોનું કંપન)થી થાય છે;
સ્થિતિબંધ અને અનુભાગબંધ કષાય (મિથ્યાત્વ, ક્રોધ, માન,
માયા, લોભ આદિ)થી થાય છે.
૧૩૯ પ્ર. પ્રકૃતિબંધ કોને કહે છે?
ઉ. મોહાદિજનક તથા જ્ઞાનાદિઘાતક તે તે
સ્વભાવવાળા કાર્માણ પુદ્ગલ સ્કંધોનો આત્મા સાથે સંબંધ
થવો, તેને પ્રકૃતિબંધ કહે છે.
૧૪૦ પ્ર. પ્રકૃતિબંધના કેટલા ભેદ છે?
ઉ. આઠ છેઃ – જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય,
મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય.
૧૪૧ પ્ર. જ્ઞાનાવરણ કોને કહે છે?
ઉ. જે કર્મ આત્માના જ્ઞાનગુણના પર્યાયને +ઘાતે
(ઘાતમાં નિમિત્ત છે), તેને જ્ઞાનાવરણકર્મ કહે છે.
૧૪૨ પ્ર. જ્ઞાનાવરણ કર્મના કેટલા ભેદ છે?
ઉ. પાંચ છેઃ – મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ,
+કર્મ જીવના ગુણોનો ઘાત કરે છે તે ઉપચારકથન છે;
ખરેખર એક દ્રવ્ય બીજાનો ઘાત કરે નહિ.