Jain Siddhant Praveshika (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 110

 

background image
અવધિજ્ઞાનાવરણ, મનઃપર્યયજ્ઞાનાવરણ અને કેવલજ્ઞાનાવરણ.
૧૪૩ પ્ર. દર્શનાવરણ કર્મ કોને કહે છે?
ઉ. જે આત્માના દર્શનગુણના પર્યાયનો ઘાત કરે,
તેને દર્શનાવરણ કર્મ કહે છે.
૧૪૪ પ્ર. દર્શનાવરણ કર્મના કેટલા ભેદ છે?
ઉ. નવ છેઃચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ,
અવધિદર્શનાવરણ, કેવલદર્શનાવરણ, નિદ્રા, નિદ્રાનિદ્રા,
પ્રચલા, પ્રચલાપ્રચલા અને સ્ત્યાનગૃદ્ધિ.
૧૪૫ પ્ર. વેદનીય કર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ફળથી જીવને આકુળતા થાય અર્થાત્
જે અવ્યાબાધગુણના પર્યાયનો ઘાત કરે, તેને વેદનીય કર્મ
કહે છે.
૧૪૬ પ્ર. વેદનીય કર્મના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃશાતાવેદનીય અને અશાતાવેદનીય.
૧૪૭ પ્ર. મોહનીય કર્મ કોને કહે છે?
ઉ. જે આત્માના શ્રદ્ધા અને ચારિત્ર ગુણના
પર્યાયોનો ઘાત કરે, તેને મોહનીય કર્મ કહે છે.
૧૪૮ પ્ર. મોહનીય કર્મના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃદર્શનમોહનીય અને ચારિત્રમોહનીય.
૧૪૯ પ્ર. દર્શનમોહનીય કર્મ કોને કહે છે?
ઉ. આત્માના સમ્યક્ત્વ પર્યાયને જે ઘાતે, તેને
દર્શનમોહનીય કર્મ કહે છે.
૧૫૦ પ્ર. દર્શનમોહનીય કર્મના કેટલા ભેદ છે?
ઉ. ત્રણ છેઃમિથ્યાત્વ, સમ્યક્મિથ્યાત્વ અને
સમ્યક્પ્રકૃતિ.
૧૫૧ પ્ર. મિથ્યાત્વ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી જીવને અતત્ત્વશ્રદ્ધાન થાય,
તેને મિથ્યાત્વ કહે છે.
૧૫૨ પ્ર. સમ્યક્મિથ્યાત્વ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી મળેલા (મિશ્ર) પરિણામ
હોય કે જેને ન તો સમ્યક્ત્વરૂપ કહી શકાય અને ન તો
મિથ્યાત્વરૂપ, તેને સમ્યક્મિથ્યાત્વ કહે છે.
૩૨ ][ અધ્યાયઃ ૨શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૩૩