Jain Siddhant Praveshika (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 110

 

background image
૧૫૩ પ્ર. સમ્યક્પ્રકૃતિ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી સમ્યક્ત્વપર્યાયના મૂળનો
ઘાત તો ન થાય, પરંતુ ચલ, મલાદિક દોષ ઊપજે, તેને
સમ્યક્પ્રકૃતિ કહે છે.
૧૫૪ પ્ર. ચારિત્રમોહનીય કર્મ કોને કહે છે?
ઉ. જે આત્માના ચારિત્રપર્યાયનો ઘાત કરે, તેને
ચારિત્રમોહનીય કર્મ કહે છે.
૧૫૫ પ્ર. ચારિત્રમોહનીય કર્મના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃકષાય અને નોકષાય (કિંચિત્ કષાય).
૧૫૬ પ્ર. કષાયના કેટલા ભેદ છે?
ઉ. સોળ છેઃઅનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી
માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ;
અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, અપ્રત્યાખ્યાનાવરણ માન,
અપ્રત્યાખ્યાનાવરણ માયા, અપ્રત્યાખ્યાનાવરણ લોભ;
પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, પ્રત્યાખ્યાનાવરણ માન,
પ્રત્યાખ્યાનાવરણ માયા, પ્રત્યાખ્યાનાવરણ લોભ, સંજ્વલન
ક્રોધ, સંજ્વલન માન, સંજ્વલન માયા, સંજ્વલન લોભ.
૧૫૭ પ્ર. નોકષાયના કેટલા ભેદ છે?
ઉ. નવ છેઃહાસ્ય, રતિ, અરતિ, શોક, ભય,
જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ.
૧૫૮ પ્ર. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ
કોને કહે છે?
ઉ. જે આત્માના સ્વરૂપાચરણચારિત્રનો ઘાત કરે
તેને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ કહે છે.
૧૫૯ પ્ર. અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા,
લોભ કોને કહે છે?
ઉ. જે આત્માના દેશચારિત્રને ઘાતે, તેને
અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ કહે છે.
૧૬૦ પ્ર. પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ
કોને કહે છે?
ઉ. જે આત્માના સકલચારિત્રને ઘાતે, તેને
પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ કહે છે.
૧૬૧ પ્ર. સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ અને
૩૪ ][ અધ્યાયઃ ૨શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૩૫