૧૭૪ ][ અધ્યાયઃ ૫શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૭૫
૬૬૨ પ્ર. નિક્ષેપ કોને કહે છે?
ઉ. યુક્તિ દ્વારા સુયુક્ત માર્ગ પ્રાપ્ત થતાં કાર્યના
વશથી નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવોમાં પદાર્થના
સ્થાપનને નિક્ષેપ કહે છે.
૬૬૩ પ્ર. નિક્ષેપના કેટલા ભેદ છે?
ઉ. ચાર છેઃ – નામનિક્ષેપ, સ્થાપનાનિક્ષેપ,
દ્રવ્યનિક્ષેપ અને ભાવનિક્ષેપ.
૬૬૪ પ્ર. નામનિક્ષેપ કોને કહે છે?
ઉ. જે પદાર્થમાં જે ગુણ નથી. તેને તે નામથી કહેવું.
જેમકે કોઈએ પોતાના છોકરાનું નામ હાથીસિંહ રાખ્યું છે,
પણ તેનામાં હાથી અને સિંહ બન્નેના ગુણો નથી.
૬૬૫ પ્ર. સ્થાપનાનિક્ષેપ કોને કહે છે?
ઉ. સાકાર અથવા નિરાકાર પદાર્થમાં તે આ છે.
એવી રીતે અવધાન કરીને (નિવેશ) સ્થાપન કરવાને
સ્થાપનાનિક્ષેપ કહે છે. જેમકે – પાર્શ્વનાથની પ્રતિમાને
પાર્શ્વનાથ કહેવા અથવા શેતરંજની સોકટીને હાથી, ઘોડા
કહેવા.
૬૬૬ પ્ર. નામનિક્ષેપ અને સ્થાપનાનિક્ષેપમાં શો ભેદ
છે?
ઉ. નામનિક્ષેપમાં મૂળ પદાર્થની માફક સત્કાર
આદિકની પ્રવૃત્તિ હોતી નથી. પરંતુ સ્થાપનાનિક્ષેપમાં હોય
છે. જેમકે – કોઈએ પોતાના છોકરાનું નામ પાર્શ્વનાથ રાખ્યું
છે, તો તે છોકરાનો સત્કાર પાર્શ્વનાથની માફક થતો નથી,
પરંતુ પાર્શ્વનાથની પ્રતિમાનો સત્કાર થાય છે.
૬૬૭ પ્ર. દ્રવ્યનિક્ષેપ કોને કહે છે?
ઉ. જે પદાર્થ ભવિષ્યના પરિણામની યોગ્યતા
રાખવાવાળો હોય, તેને દ્રવ્યનિક્ષેપ કહે છે – જેમકે રાજાના
પુત્રને રાજા કહેવો.
૬૬૮ પ્ર. ભાવનિક્ષેપ કોને કહે છે?
ઉ. વર્તમાનપર્યાયસંયુક્ત વસ્તુને ભાવનિક્ષેપ કહે છે.
જેમકે રાજ્ય કરતા પુરુષને રાજા કહેવો.
પાંચમો અધ્યાય સમાપ્ત
❊