૧૭૨ ][ અધ્યાયઃ ૫શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૭૩
શબ્દના ભેદથી જે પદાર્થને ભેદરૂપ ગ્રહણ કરે; જેમકે શક્ર,
પુરંદર, ઇન્દ્ર એ ત્રણે એક જ લિંગના પર્યાયશબ્દ
દેવરાજના વાચક છે, તેથી આ નય દેવરાજને ત્રણ ભેદરૂપે
ગ્રહણ કરે છે.
૬૫૭ પ્ર. એવંભૂતનય કોને કહે છે?
ઉ. જે શબ્દનો જે ક્રિયારૂપ અર્થ હોય, તે ક્રિયારૂપ
પરિણમેલ પદાર્થને જે ગ્રહણ કરે તે એવંભૂતનય છે. જેમકે
પુજારીને પૂજા કરતી વખતે જ પુજારી કહેવો.
૬૫૮ પ્ર. વ્યવહારનય અથવા ઉપનયના કેટલા ભેદ
છે?
ઉ. ત્રણ છેઃ – સદ્ભૂતવ્યવહારનય, અસદ્ભૂત-
વ્યવહારનય, અને ઉપચરિતવ્યવહારનય અથવા
ઉપચરિતાસદ્ભૂતવ્યવહારનય.
૬૫૯ પ્ર. સદ્ભૂતવ્યવહારનય કોને કહે છે?
ઉ. એક અખંડદ્રવ્યને ભેદરૂપ વિષય કરવાવાળા
જ્ઞાનને સદ્ભૂતવ્યવહારનય કહે છે. જેમકે જીવના
કેવળજ્ઞાનાદિક વા મતિજ્ઞાનાદિક ગુણ છે.
૬૬૦ પ્ર.*અસદ્ભૂતવ્યવહારનય કોને કહે છે?
ઉ. જે મળેલા ભિન્ન પદાર્થોને અભેદરૂપે કથન કરે.
જેમકે – આ શરીર મારું છે અથવા માટીના ઘડાને ઘીનો ઘડો
કહેવો.
૬૬૧ પ્ર. ઉપચરિતવ્યવહારનય અથવા ઉપચરિત
અસદ્ભૂતવ્યવહારનય કોને કહે છે?
ઉ. અત્યંત ભિન્ન પદાર્થોને જે અભેદરૂપે ગ્રહણ
કરે; જેમકે હાથી, ઘોડા, મહેલ, મકાન મારાં છે. ઇત્યાદિ.
૬૬૧ (ક) પ્ર. અનેકાન્ત કોને કહે છે?
ઉ. એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર
વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું, તે અનેકાંત છે. આત્મા
પોતાપણે છે અને પરપણે નથી એવી જે દ્રષ્ટિ તે જ ખરી
અનેકાંતદ્રષ્ટિ છે.
*
અસદ્ભૂતનો અર્થ મિથ્યા, અસત્ય, અયથાર્થસ્વરૂપ થાય છે.
(જુઓ પરમાત્મપ્રકાશ અ. ૧ – ૭મી અને ૧૪મી ગાથાની
હિંદી ટીકા; અ. ૧ ગા. ૬૫ની હિંદી ટીકા. પ્રવચનસાર
અ – ૧. ગાથા ૧૬ની હિંદી ટીકા.)