Jain Siddhant Praveshika (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 89 of 110

 

background image
૧૭૦ ][ અધ્યાયઃ ૫શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૭૧
૬૪૯ પ્ર. દ્રવ્યાર્થિકનયના કેટલા ભેદ છે?
ઉ. ત્રણ છેઃનૈગમ, સંગ્રહ અને વ્યવહાર.
૬૫૦ પ્ર. નૈગમનય કોને કહે છે?
ઉ. બે પદાર્થોમાંથી એકને ગૌણ અને બીજાને
પ્રધાન કરી ભેદ અથવા અભેદને વિષય કરવાવાળું
(જાણવાવાળું જ્ઞાન) નૈગમનય છે, તથા પદાર્થના સંકલ્પને
ગ્રહણ કરવાવાળું જ્ઞાન નૈગમનય છે. જેમકે કોઈ પુરુષ
રસોઈમાં ચોખા લઈને વીણતો હતો, તે વખતે કોઈએ તેને
પૂછ્યું કે, ‘તમે શું કરી રહ્યા છો?’ ત્યારે તેણે કહ્યું કે, ‘હું
ભાત બનાવી રહ્યો છું, ’ અહીં ચોખા અને ભાતમાં
અભેદવિવક્ષા છે, અથવા ચોખામાં ભાતનો સંકલ્પ છે.
૬૫૧ પ્ર. સંગ્રહનય કોને કહે છે?
ઉ. પોતાની જાતિનો વિરોધ નહિ કરીને અનેક
વિષયોને એકપણાથી જે ગ્રહણ કરે, તેને સંગ્રહનય કહે છે.
જેમકે જીવ કહેવાથી પાંચે ગતિના સર્વ જીવોનું ગ્રહણ હોય છે.
૬૫૨ પ્ર. વ્યવહારનય કોને કહે છે?
ઉ. જે સંગ્રહનયથી ગ્રહણ કરેલા પદાર્થોનો
વિધિપૂર્વક ભેદ કરે, તે વ્યવહારનય છે, જેમકે જીવના ભેદ
સિદ્ધ અને સંસારી વગેરે કરવા.
૬૫૩ પ્ર. પર્યાયાર્થિકનયના કેટલા ભેદ છે?
ઉ. ચાર છેઃૠજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને
એવંભૂત.
૬૫૪ પ્ર. ૠજુસૂત્રનય કોને કહે છે?
ઉ. ભૂતભવિષ્યની અપેક્ષા ન કરીને વર્તમાન
પર્યાય માત્રને જે ગ્રહણ કરે, તે ૠજુસૂત્રનય છે.
૬૫૫ પ્ર. શબ્દનય કોને કહે છે?
ઉ. લિંગ, કારક, વચન, કાળ, ઉપસર્ગાદિકના
ભેદથી જે પદાર્થને ભેદરૂપ ગ્રહણ કરે, તે શબ્દનય છે.
જેમકે
દારા, ભાર્યા, કલત્ર એ ત્રણે જુદા જુદા લિંગના શબ્દ
એક જ સ્ત્રી પદાર્થના વાચક છે. તેથી આ નય સ્ત્રી પદાર્થને
ત્રણ ભેદરૂપ ગ્રહણ કરે છે. એવી રીતે કારકાદિનું પણ
દ્રષ્ટાંત જાણવું.
૬૫૬ પ્ર. સમભિરૂઢનય કોને કહે છે?
ઉ. લિંગાદિકના ભેદ ન હોવા છતાં પણ પર્યાય