Jain Siddhant Praveshika (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 88 of 110

 

background image
૧૬૮ ][ અધ્યાયઃ ૫શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૬૯
૬૩૮ પ્ર. પ્રમાણાભાસ કેટલા છે?
ઉ. ત્રણ છેઃસંશય, વિપર્યય અને અનધ્યવસાય.
૬૩૯ પ્ર. સંશય કોને કહે છે?
ઉ. વિરુદ્ધ અનેક કોટી સ્પર્શ કરવાવાળા જ્ઞાનને
સંશય કહે છે. જેમકેસીપ છે કે ચાંદી?
૬૪૦ પ્ર. વિપર્યય કોને કહે છે?
ઉ. વિપરીત એક કોટી (પ્રકાર)નો નિશ્ચય કરવા-
વાળા જ્ઞાનને વિપર્યય કહે છે; જેમકે સીપને ચાંદી જાણવી.
૬૪૧ પ્ર. અનધ્યવસાય કોને કહે છે?
ઉ. ‘આ શું છે’ એવા પ્રતિભાસને અનધ્યવસાય કહે
છે. જેમકે રસ્તામાં ચાલતાં થકાં તૃણ વગેરેનું જ્ઞાન.
૬૪૨ પ્ર. નય કોને કહે છે?
ઉ. વસ્તુના એક દેશ (ભાગ)ને જાણવાવાળા જ્ઞાનને
નય કહે છે.
૬૪૩ પ્ર. નયના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃએક નિશ્ચયનય, બીજો વ્યવહારનય
અથવા ઉપનય.
૬૪૪ પ્ર. નિશ્ચયનય કોને કહે છે?
ઉ. વસ્તુના કોઈ અસલી (મૂળ) અંશને ગ્રહણ
કરવાવાળા જ્ઞાનને નિશ્ચયનય કહે છે. જેમકેમાટીના ઘડાને
માટીનો ઘડો કહેવો.
૬૪૫ પ્ર. વ્યવહારનય કોને કહે છે?
ઉ. (૧) કોઈ નિમિત્તની અપેક્ષાએ એક પદાર્થને
બીજા પદાર્થરૂપે જાણવાવાળા જ્ઞાનને વ્યવહારનય કહે છે.
જેમકે
માટીના ઘડાને ઘીના રહેવાના નિમિત્તથી ઘીનો ઘડો
કહેવો. (૨) એક અખંડ દ્રવ્યને ભેદરૂપ વિષય કરવાવાળા
જ્ઞાનને વ્યવહારનય કહે છે. (૩) વ્યવહારનય પરાશ્રિત છે.
૬૪૪ પ્ર. નિશ્ચયનયના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃદ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય.
૬૪૭ પ્ર. દ્રવ્યાર્થિકનય કોને કહે છે?
ઉ. જે દ્રવ્ય અર્થાત્ સામાન્યને ગ્રહણ કરે.
૬૪૮ પ્ર. પર્યાયાર્થિકનય કોને કહે છે?
ઉ. જે વિશેષને (ગુણ અથવા પર્યાયને) વિષય કરે.