૧૬૬ ][ અધ્યાયઃ ૫શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૬૭
હોય છે તે તે અનેકાંતસ્વરૂપ હોય છે, જેમકે – પુદ્ગલાદિક.
૬૨૮ પ્ર. કેવલવ્યતિરેકી હેતુ કોને કહે છે?
ઉ. જેમાં માત્ર વ્યતિરેકી દ્રષ્ટાંત હોય તેને. જેમકે –
સજીવ શરીરમાં આત્મા છે; કેમકે તેમાં શ્વાસોચ્છ્વાસ છે.
જ્યાં જ્યાં આત્મા હોતો નથી, ત્યાં ત્યાં શ્વાસોચ્છ્વાસ પણ
હોતો નથી, જેમકે – મેજ વગેરે.
૬૨૯ પ્ર. અન્વયવ્યતિરેકી હેતુ કોને કહે છે?
ઉ. જેમાં અન્વયી દ્રષ્ટાંત અને વ્યતિરેકી દ્રષ્ટાંત
બન્ને હોય તેને. જેમકે – પર્વતમાં અગ્નિ છે; કેમકે તેમાં
ધૂમાડો છે. જ્યાં જ્યાં ધૂમાડો છે, ત્યાં ત્યાં અગ્નિ હોય છે.
જેમકે રસોડું. જ્યાં જ્યાં અગ્નિ નથી, ત્યાં ત્યાં ધૂમાડો પણ
નથી. જેમકે તળાવ.
૬૩૦ પ્ર. આગમપ્રમાણ કોને કહે છે?
ઉ. આપ્તના વચન આદિથી ઉત્પન્ન થયેલા પદાર્થના
જ્ઞાનને.
૬૩૧ પ્ર. આપ્ત કોને કહે છે?
ઉ. પરમહિતોપદેશક સર્વજ્ઞદેવને આપ્ત કહે છે.
૬૩૨ પ્ર. પ્રમાણનો વિષય શું છે?
ઉ. સામાન્ય અથવા ધર્મી તથા વિશેષ અથવા ધર્મ
એ બંને અંશના સમૂહરૂપ વસ્તુ, તે પ્રમાણનો વિષય છે.
૬૩૩ પ્ર. વિશેષ કોને કહે છે?
ઉ. વસ્તુના કોઈ ખાસ અંશ અથવા ભાગને વિશેષ
કહે છે.
૬૩૪ પ્ર. વિશેષના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃ – સહભાવી વિશેષ અને ક્રમભાવી વિશેષ.
૬૩૫ પ્ર. સહભાવી વિશેષ કોને કહે છે?
ઉ. વસ્તુના પૂરા ભાગમાં તથા તેની સર્વ
અવસ્થાઓમાં રહેવાવાળા વિશેષને સહભાવી વિશેષ અથવા
ગુણ કહે છે.
૬૩૬ પ્ર. ક્રમભાવી વિશેષ કોને કહે છે?
ઉ. ક્રમથી થનાર વસ્તુના વિશેષને ક્રમભાવી વિશેષ
અથવા પર્યાય કહે છે.
૬૩૭ પ્ર. પ્રમાણાભાસ કોને કહે છે?
ઉ. મિથ્યાજ્ઞાનને પ્રમાણાભાસ કહે છે.