૧૬૪ ][ અધ્યાયઃ ૫શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૬૫
૬૧૯ પ્ર. ઉદાહરણ કોને કહે છે?
ઉ. વ્યાપ્તિપૂર્વક દ્રષ્ટાંતને કહેવું, તેને ઉદાહરણ કહે
છે. જેમકે – ‘જ્યાં જ્યાં ધૂમાડો છે, ત્યાં ત્યાં અગ્નિ છે. જેમ
કે રસોડું. અને જ્યાં જ્યાં અગ્નિ નથી. ત્યાં ત્યાં ધૂમાડો પણ
નથી. જેમકે ‘તળાવ.’
૬૨૦ પ્ર. દ્રષ્ટાંત કોને કહે છે?
ઉ. જ્યાં સાધ્ય અને સાધનની મૌજૂદગી (હાજરી)
અથવા ગૈરમૌજૂદગી દેખાઈ જાય. જેમકે – રસોઈનું ઘર
અથવા તળાવ.
૬૨૧ પ્ર. દ્રષ્ટાન્તના કેટલા ભેદ છે?
ઉ. બેઃ – અન્વયદ્રષ્ટાંત અને વ્યતિરેકદ્રષ્ટાંત.
૬૨૨ પ્ર. અન્વયદ્રષ્ટાંત કોને કહે છે?
ઉ. જ્યાં સાધનની હયાતીમાં સાધ્યની હયાતી
બતાવાય તેને. જેમકે રસોડામાં ધૂમાડાનો સદ્ભાવ (હાજરી)
હોવાથી અગ્નિનો સદ્ભાવ બતાવ્યો.
૬૨૩ પ્ર. વ્યતિરેકદ્રષ્ટાંત કોને કહે છે?
ઉ. જ્યાં સાધ્યની ગેરહાજરીમાં સાધનની ગેરહાજરી
દેખાડાય તેને. જેમકે – તળાવ.
૬૨૪ પ્ર. ઉપનય કોને કહે છે?
ઉ. પક્ષ અને સાધનમાં દ્રષ્ટાંતની સદ્રશતા
દેખાડવાને ઉપનય કહે છે. જેમકે – આ પર્વત પણ એવા જ
ધૂમાડાવાળો છે.
૬૨૫ પ્ર. નિગમન કોને કહે છે?
ઉ. પરિણામ દેખાડીને પ્રતિજ્ઞાને સિદ્ધ કરવાને
ફરીથી કહેવું, તેને નિગમન કહે છે. જેમકે – તેથી કરીને આ
પર્વત પણ અગ્નિવાન છે.
૬૨૬ પ્ર. હેતુના કેટલા ભેદ છે?
ઉ. ત્રણ ભેદ છેઃ – કેવલાન્વયી, કેવલવ્યતિરેકી અને
અન્વયવ્યતિરેકી.
૬૨૭ પ્ર. કેવલાન્વયી હેતુ કોને કહે છે?
ઉ. જે હેતુમાં માત્ર અન્વય દ્રષ્ટાંત હોય, જેમકે –
જીવ અનેકાંતસ્વરૂપ છે, કેમકે સત્સ્વરૂપ છે. જે જે સત્સ્વરૂપ