૧૬૨ ][ અધ્યાયઃ ૫શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૬૩
૬૧૧ પ્ર. બાધિતવિષયહેત્વાભાસના કેટલા ભેદ છે?
ઉ. પ્રત્યક્ષબાધિત, અનુમાનબાધિત, આગમબાધિત,
સ્વવચનબાધિત આદિ અનેક ભેદ છે.
૬૧૨ પ્ર. પ્રત્યક્ષબાધિત કોને કહે છે?
ઉ. જેના સાધ્યમાં પ્રત્યક્ષથી બાધા આવે. જેમકે
‘‘અગ્નિ ઠંડી છે, કેમકે એ દ્રવ્ય છે;’’ આ હેતુ પ્રત્યક્ષબાધિત
છે.
૬૧૩ પ્ર. અનુમાનબાધિત કોને કહે છે?
ઉ. જેના સાધ્યમાં અનુમાનથી બાધા આવે. જેમકે
ઘાસ આદિ કર્તાનું બનાવેલું છે, કેમકે એ કાર્ય છે; પરંતુ
આમાં આ અનુમાનથી બાધા આવે છે કે ઘાસ આદિ કોઈનું
બનાવેલું નથી, કેમકે તેનો બનાવવાવાળો શરીરધારી નથી.
જે જે શરીરધારીનું બનાવેલ નથી, તે તે વસ્તુઓ કર્તાની
બનાવેલી નથી. જેમ કે – આકાશ.
૬૧૪ પ્ર. આગમબાધિત કોને કહે છે?
ઉ. શાસ્ત્રથી જેનું સાધ્ય બાધિત હોય, તેને
આગમબાધિત કહે છે. જેમકે પાપ સુખને આપવાવાળું છે;
કેમકે તે કર્મ છે. જે જે કર્મ હોય છે, તે તે સુખના
આપવાવાળાં હોય છે, જેમકે પુણ્યકર્મ. આમાં શાસ્ત્રથી બાધા
આવે છે, કેમકે શાસ્ત્રમાં પાપને દુઃખ દેવાવાળું લખ્યું છે.
૬૧૫ પ્ર. સ્વવચનબાધિત કોને કહે છે?
ઉ. જેના સાધ્યમાં પોતાનાં વચનથી જ બાધા આવે.
જેમકે – મારી માતા વંધ્યા છે, કેમકે પુરુષનો સંયોગ થવા
છતાં પણ તેને ગર્ભ રહેતો નથી.
૬૧૬ પ્ર. અનુમાનના કેટલા અંગ છે?
ઉ. પાંચ છે – પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય, અને
નિગમન.
૬૧૭ પ્ર. પ્રતિજ્ઞા કોને કહે છે?
ઉ. પક્ષ અને સાધ્યના કહેવાને પ્રતિજ્ઞા કહે છે.
જેમકે – કેમકે ‘આ પર્વતમાં અગ્નિ છે.’
૬૧૮ પ્ર. હેતુ કોને કહે છે?
ઉ. સાધનના વચનને (કહેવાને) હેતુ કહે છે.
જેમકે – ‘આ ધૂમવાન છે.’