સર્વ પદાર્થ જુદા જુદા છે, પરંતુ કદાચિત્ એ બધા મળીને એક થઈ જાય એ જ બ્રહ્મ છે,
એમ માનીએ તોપણ તેથી કાંઈ બ્રહ્મ ભિન્ન ઠરતો નથી.
એક પ્રકાર આ છે કે — અંગ તો જુદાં – જુદાં છે અને જેનાં તે અંગ છે એવો અંગી
એક છે. જેમ નેત્ર, હાથ, પગ આદિ અંગ જુદાં – જુદાં છે પણ જેનાં એ જુદાં – જુદાં અંગો
છે તે મનુષ્ય તો એક છે. એ પ્રમાણે સર્વ પદાર્થો તો અંગ છે અને જેને એ જુદાં – જુદાં
અંગ છે તેવો અંગી બ્રહ્મ છે. આ સર્વ લોક વિરાટસ્વરૂપ બ્રહ્મના અંગ છે એમ માનીએ તો
મનુષ્યના હાથ, પગ આદિ અંગોમાં પરસ્પર અંતરાલ થતાં એકપણું રહેતું નથી, જોડાયેલાં રહે
ત્યાં સુધી જ એક શરીર નામ પામે છે. તેમ લોકમાં તો સર્વ પદાર્થોનું પરસ્પર અંતરાલ પ્રગટ
દેખાય છે તો તેનું એકપણું કેવી રીતે માનવામાં આવે? અંતરાલ હોવા છતાં પણ એકપણું
માનવામાં આવે તો ભિન્નપણું ક્યાં માનશો?
અહીં કોઈ એમ કહે કે — ‘સર્વ પદાર્થોના મધ્યમાં સૂક્ષ્મરૂપ બ્રહ્મનું અંગ છે જે વડે
સર્વ પદાર્થ જોડાયેલા રહે છે. તેને કહીએ છીએ કે —
જે અંગ જે અંગથી જોડાયેલું છે તે તેનાથી જ જોડાયેલું રહે છે કે તે અંગથી છૂટી –
છૂટી અન્ય – અન્ય અંગની સાથે જોડાયા કરે છે? જો પ્રથમ પક્ષ ગ્રહણ કરવામાં આવે તો
સૂર્યાદિક ગમન કરે છે તેની સાથે જે જે સૂક્ષ્મ અંગોથી તે જોડાયેલો છે તે પણ ગમન કરશે
વળી તેને ગમન કરતાં એ સૂક્ષ્મ અંગો જે અન્ય સ્થૂલ અંગોથી જોડાયેલાં રહે છે તે સ્થૂલ
અંગો પણ ગમન કરવા લાગે, અને એમ થતાં આખો લોક અસ્થિર થઈ જાય. જેમ શરીરનું
કોઈ એક અંગ ખેંચતાં આખું શરીર ખેંચાય છે, તેમ કોઈ એક પદાર્થનું ગમનાદિક થતાં સર્વ
પદાર્થનું ગમનાદિક થાય, પણ એમ ભાસતું નથી. તથા બીજો પક્ષ ગ્રહણ કરવામાં આવે તો
એ અંગ તૂટવાથી જ્યારે ભિન્નપણું થઈ જાય ત્યારે એકપણું કેવી રીતે કહ્યું? તેથી સિદ્ધ થાય
છે કે સર્વ લોકના એકપણાને બ્રહ્મ માનવું એ કેમ સંભવે?
વળી એક પ્રકાર આ છે કે — પ્રથમ તો એક હતું, પછી તે અનેક થયું, ફરી એક થઈ
જાય છે તેથી તે એક છે. જેમ જળ એક હતું તે જુદા – જુદા વાસણમાં જુદું – જુદું થયું છતાં
જ્યારે તે મળે છે ત્યારે એક થઈ જાય છે તેથી તે એક છે. અથવા જેમ સોનાનો પાટલો
એક છે તે કંકણ – કુંડલાદિરૂપ થયો ફરી મળીને તે એક સોનાનો પાટલો બની જાય છે; તેમ
બ્રહ્મ એક હતું પણ પાછળથી અનેકરૂપ થયું વળી તે એક થઈ જાય છે તેથી તે એક જ છે.
એ પ્રમાણે એકપણુ માનવામાં આવે તો જ્યારે અનેકરૂપ થયું ત્યારે તે જોડાયેલું રહ્યું
કે ભિન્ન થયું? જો જોડાયેલું છે એમ કહેશો તો પૂર્વોક્ત દોષ આવશે તથા જો ભિન્ન થયું
કહેશો તો તે વેળા એકપણું ન રહ્યું. વળી જલ – સુવર્ણાદિકને ભિન્ન હોવા છતાં પણ એક
કહેવામાં આવે છે, પણ તે તો એક જાતિ અપેક્ષાએ કહેવામાં આવે છે, પરંતુ અહીં તો સર્વ
૯૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક
13