માનવું એ માત્ર કલ્પના જ છે એમ પહેલાં કહ્યું છે. વળી એ બ્રહ્મ પ્રથમ એક હતું પણ
પાછળથી ભિન્ન થયું માનો છો તો જેમ એક મોટો પથ્થર આદિ ફૂટી તેના ટૂકડા થઈ જાય
છે તેમ બ્રહ્મના પણ ખંડ થઈ ગયા, તેને પાછા એકઠા થવા માને છે તો ત્યાં તેનું સ્વરૂપ
ભિન્ન રહે છે કે એક થઈ જાય છે? જો ભિન્ન રહે છે તો ત્યાં પોતપોતાના સ્વરૂપથી તે
ભિન્ન જ છે તથા જો એક થઈ જાય છે તો ત્યાં જડ પણ ચેતન બની જાય અને ચેતન
જડ બની જાય. વળી જો અનેક વસ્તુઓની એક વસ્તુ થઈ હોય તો કોઈ કાળમાં અનેક વસ્તુ
તથા કોઈ કાળમાં એક વસ્તુ એમ કહેવું બને, પણ એમ માનતાં ‘અનાદિ અનંત એક બ્રહ્મ
છે’ એમ કહેવું બનશે નહિ.
નવીન ઉત્પન્ન થયાં હોય તો એ સ્વયં ન્યારાં થયાં અને બ્રહ્મ પણ ન્યારું થયું. તો સર્વવ્યાપી
અદ્વૈતબ્રહ્મ ન ઠર્યું. વળી જો બ્રહ્મ પોતે જ એ (પૃથ્વી
અન્યથાપણું થયું. તેમ જો બ્રહ્મનો એક અંશ જુદો થઈ લોકરૂપ થયો હોય ત્યાં સ્થૂળદ્રષ્ટિએ
તો એ અંશ દેખાતો નથી પણ સૂક્ષ્મદ્રષ્ટિએ જોતાં એ એક અંશ અપેક્ષા પણ બ્રહ્મમાં
અન્યથાપણું થયું. એવું અન્યથાપણું બીજા કોઈને તો થયું નથી.
અથવા જ્યાં ઘટપટાદિક છે ત્યાં જેમ આકાશ છે તેમ ત્યાં બ્રહ્મ પણ છે એમ પણ માનો,
પરંતુ જેમ ઘટપટાદિક તથા આકાશને એક જ કહીએ એ કેમ બને? તેમ લોક અને બ્રહ્મને
એક માનવું કેમ સંભવે? વળી આકાશનું લક્ષણ તો સર્વત્ર ભાસે છે તેથી તેનો તો સદ્ભાવ
સર્વત્ર મનાય છે, પણ બ્રહ્મનું લક્ષણ તો સર્વત્ર ભાસતું નથી તો તેનો સદ્ભાવ સર્વત્ર કેમ
મનાય? એ પ્રમાણે ઉપરોક્ત રીતે સર્વરૂપ બ્રહ્મ કોઈ છે જ નહીં.