એવા અનેક વિચારો કરતાં કોઈ પ્રકારે પણ એક બ્રહ્મ સંભવતો નથી, પણ સર્વ પદાર્થો
ભિન્ન જ ભાસે છે.
હવે અહીં પ્રતિવાદી કહે છે કે – ‘‘સર્વ એક જ છે, પણ તમને ભ્રમ હોવાથી તે એક
ભાસતો નથી. વળી તમે યુક્તિઓ કહી પણ બ્રહ્મનું સ્વરૂપ યુક્તિગમ્ય નથી, તે તો
વચનઅગોચર છે. એક પણ છે, અનેક પણ છે, જુદો પણ છે તથા મળેલો પણ છે. એનો
મહિમા જ કોઈ એવો છે.’’ તેને ઉત્તરઃ —
ઉત્તરઃ — તને તથા સર્વને જે પ્રત્યક્ષ ભાસે છે તેને તો તું ભ્રમ કહે છે, તથા જો
ત્યાં યુક્તિ – અનુમાનાદિક કરીએ તો ત્યાં કહે છે કે – ‘‘સાચું સ્વરૂપ યુક્તિગમ્ય નથી, સાચું
સ્વરૂપ તો વચનઅગોચર છે.’’ હવે વચન વિના નિર્ણય પણ કેવી રીતે થાય? તું કહે છે કે,
એક પણ છે – અનેક પણ છે તથા ભિન્ન પણ છે – મળેલું પણ છે, પરંતુ તેની અપેક્ષા તો કોઈ
દર્શાવતો નથી, માત્ર ભ્રમિત મનુષ્યની માફક ‘આમ પણ છે અને તેમ પણ છે’ એમ યદ્વાતદ્વા
બોલી એનો મહિમા બતાવે (એ શું ન્યાય છે?) પરંતુ જ્યાં ન્યાય ન હોય ત્યાં માત્ર મિથ્યા
એવું જ વાચાળપણું કરે છે તો કરો પણ ન્યાય તો જેમ સત્ય છે તેમ જ થશે.
✾ સૃષ્ટિકર્તૃત્વવાદનું નિરાકરણ ✾
હવે તે બ્રહ્મને લોકનો કર્તા માને છે તે સંબંધી મિથ્યાપણું દર્શાવીએ છીએઃ –
પ્રથમ તો એમ માને છે – બ્રહ્મને એવી ઇચ્છા થઈ કે – ‘‘एकोऽहं बहुस्याम’’ અર્થાત્ ‘‘હું
એક છું તો ઘણો થાઉં.’’
ત્યાં પૂછીએ છીએ કે — જે પૂર્વ અવસ્થામાં દુઃખી હોય તે જ અન્ય અવસ્થાને ઇચ્છે.
બ્રહ્મે એકરૂપ અવસ્થાથી બહુરૂપ થવાની ઇચ્છા કરી પણ તેને એકરૂપ અવસ્થામાં શું દુઃખ
હતું? ત્યારે તે કહે છે કે – દુઃખ તો નહોતું પણ તેને એવું જ કુતૂહલ ઊપજ્યું. ત્યાં અમે કહીએ
છીએ કે જે પૂર્વે થોડો સુખી હોય અને કુતૂહલ કરવાથી ઘણો સુખી થાય તે જ એવું કુતૂહલ
કરવું વિચારે, પણ અહીં બ્રહ્મ એક અવસ્થાથી ઘણી અવસ્થારૂપ થતાં ઘણોં સુખી થવો કેમ
સંભવે? વળી જે પ્રથમથી જ સંપૂર્ણ સુખી હોય તે અન્ય અવસ્થા શા માટે પલટે? પ્રયોજન
વિના તો કોઈ કંઈ પણ કાર્ય કરતું નથી.
વળી તે પૂર્વે પણ સુખી હશે તથા ઇચ્છાનુસાર કાર્ય થતાં પણ સુખી થશે, પરંતુ ઇચ્છા
થઈ તે કાળમાં તો તે દુઃખી હશે ને? ત્યારે તે કહે કે – બ્રહ્મને જે કાળમાં ઇચ્છા થાય છે
તે જ કાળમાં કાર્ય બની જાય છે તેથી તે દુઃખી થતો નથી. ત્યાં કહીએ છીએ કે – સ્થૂળકાળની
અપેક્ષાએ તો એમ માનો, પરંતુ સૂક્ષ્મકાળની અપેક્ષાએ તો ઇચ્છા અને તેના કાર્યનું યુગપત્
હોવું સંભવતું નથી. ઇચ્છા તો ત્યારે જ થાય કે જ્યારે કાર્ય ન હોય અને કાર્ય થતાં ઇચ્છા
૧૦૦ ][ મોક્ષમાર્ગપ્રકાશક