વિદ્વાન હતા. જૈનસમાજના દુર્ભાગ્યથી જ આવા મહાત્માનો અસમયમાં વિયોગ થયો, પણ તેમણે
તો પોતે જીવનપર્યંત જૈનસમાજ ઉપર અનન્ય ઉપકાર કર્યો છે અને તેથી જ સમાજમાં તેમનું સ્થાન
અવિસ્મરણીય છે. મુમુક્ષુ આત્માઓ તો આજે પણ તેમનું અને તેમના ગુણોનું સ્મરણ કરી પરમ
સંતુષ્ટ થાય છે.
સર્વપ્રથમ વિ. સં. ૧૯૮૨માં આવ્યો. તેમણે ખૂબ મનનપૂર્વક આ ગ્રંથનું ઊંડું અવગાહન કર્યું હતું.
તેનું અવગાહન કરતી વખતે પૂજ્ય ગુરુદેવશ્રીની પરિણતિ એટલી બધી તલ્લીન હતી કે
રાખતા નહિ પરંતુ મોક્ષમાર્ગપ્રકાશકનો સાતમો અધિકાર વિશેષ સારો લાગવાથી (ઝીણા અક્ષરે
હાથથી લખાવી પુનઃ પુનઃ સ્વાધ્યાય કરવા માટે સાથે રાખ્યો હતો. પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્થાનકવાસી
સાધુપર્યાયના ત્યાગરૂપ ‘પરિવર્તન’ વિ. સં. ૧૯૯૧માં કર્યું. ત્યાર પછી વિ. સં. ૧૯૯૭માં
કલોલનિવાસી શ્રી સોમચંદભાઈ અમથાલાલ શાહ કૃત ગુજરાતી અનુવાદ (મોક્ષમાર્ગપ્રકાશકનો)
પ્રકાશિત થયો. તે ગુજરાતી અનુવાદની પૂજ્ય ગુરુદેવશ્રીના પુનિત પ્રતાપે શ્રી દિગંબર જૈન
સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ (સોનગઢ) તરફથી અગાઉ ચૌદ આવૃત્તિ છપાઈ ગઈ છે. પ્રસ્તુત સંસ્કરણ તેની
પંદરમી આવૃત્તિ છે.
આગમજ્ઞાનથી આત્મજ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે, જેથી સહેજે મોક્ષની પ્રાપ્તિ થાય છે. ધર્મના અનેક
અંગો છે તેમાં પણ એક ધ્યાન સિવાય આનાથી (આગમ-અભ્યાસથી) ઊંચું ધર્મનું અન્ય કોઈ અંગ
નથી એમ જાણી હરકોઈ પ્રકારે આગમનો અભ્યાસ કરવા યોગ્ય છે. વળી આ ગ્રંથનું વાંચવું,
સાંભળવું અને વિચારવું ઘણું સુગમ છે. કોઈ વ્યાકરણાદિ સાધનની જરૂર પડતી નથી, માટે તેના
અભ્યાસમાં અવશ્ય પ્રવર્તો. એથી તમારું કલ્યાણ થશે.’’