પંડિત ટોડરમલજીના મૃત્યુ વિષે એક દુઃખદ ઘટનાનો ઉલ્લેખ પં. બખતરામ શાહના
‘બુદ્ધિવિલાસ’ ગ્રંથમાં નીચે પ્રમાણે કરવામાં આવ્યો છેઃ
‘‘तब ब्राह्मणनुं मतौ यह कियो, शिव उठानको टौना दियो ।
तामैं सबै श्रावगी कैद, करिके दन्ड किये नृप फै द ।।
गुरु तेरह-पंथिनुको भ्रमी, टोडरमल्ल नाम साहिमी ।
ताहि भूप मार्यो पल माहि, गाडयो मद्धि गन्दगी ताहि ।।’’
આમાં સ્પષ્ટ કહ્યું છે કે સં. ૧૮૧૮ પછી જયપુરમાં જ્યારે જૈનધર્મનો પુનઃ વિશેષ ઉદ્યોત
થવા લાગ્યો, ત્યારે જૈનધર્મ પ્રતિ વિદ્વેષ રાખનાર બ્રાહ્મણો તે સહી શક્યા નહિ અને તેથી તેમણે
એક ગુપ્ત ‘ષડયંત્ર’ રચ્યું. તેમણે શિવપિંડી ઉખાડીને જૈનો ઉપર ‘ઉખાડી નાખવાનો’ આરોપ લગાવ્યો
અને રાજા માધવસિંહને, જૈનો વિરુદ્ધ ભડકાવીને, ક્રોધિત કર્યા. રાજાએ સત્યાસત્યની કાંઈ તપાસ
કર્યા વિના ક્રોધવશ બધા જૈનોને રાત્રે કેદ કરી લીધા અને તેમના પ્રસિદ્ધ વિદ્વાન પંડિત ટોડરમલજીને
પકડી મારી નાખવાનો હુકમ દઈ દીધો. તદનુસાર હાથીના પગ તળે કચરાવીને મરાવી નાખ્યા અને
તેમના શબને શહેરની ગંદકીમાં દટાવી દીધું.
આ વાત પ્રચલિત છે કે જ્યારે પંડિતજીને હાથીના પગ તળે નાખવામાં આવ્યા અને
અંકુશના – પ્રહારપૂર્વક હાથીને, તેમના શરીરને કચરી નાખવા, પ્રેરિત કરવામાં આવ્યો ત્યારે હાથી
એકદમ ચિલ્લાઈને થંભી ગયો. એ રીતે બે વાર તે અંકુશના પ્રહાર ખાઈ ચૂક્યો. પરંતુ પંડિતજી
ઉપર પોતાના પગનો પ્રહાર કર્યો નહિ. તેના ઉપર અંકુશનો ત્રીજો પ્રહાર પડવાની તૈયારી હતી,
ત્યાં પંડિતજીએ હાથીની દશા જોઈને કહ્યું કે — હે ગજેન્દ્ર! તારો કાંઈ અપરાધ નથી; જ્યાં પ્રજાના
રક્ષકે જ અપરાધી-નિરપરાધીની તપાસ કર્યા વિના મારી નાખવાનો હુકમ દઈ દીધો, ત્યાં તું અંકુશના
પ્રહાર વ્યર્થ કેમ સહન કરી રહ્યો છે? સંકોચ છોડ અને તારું કામ કર. આ વાક્યો સાંભળીને
હાથીએ પોતાનું કામ કર્યું . રાજા માધવસિંહ(પ્રથમ)ને જ્યારે આ ‘ષડ્યન્ત્ર’ની ખબર પડી ત્યારે
તેમને ખૂબ દુઃખ થયું અને પોતાના અધમ કૃત્ય પર તે ઘણા પસ્તાયા.
પંડિતજીના જીવનનું મુખ્ય ધ્યેય એક સ્વ-પર કલ્યાણ જ હતું. અંતરંગમાં ક્ષયોપશમવિશેષથી
તથા બાહ્યમાં તર્કવિતર્કપૂર્વક અનેક શાસ્ત્રોના અધ્યયનથી તેમનો વીતરાગ-વિજ્ઞાનભાવ એટલો બધો
વધી ગયો હતો કે — સાંસારિક કાર્યોથી તેઓ પોતે પ્રાયઃ વિરક્ત જ રહ્યા કરતા હતા; અને ધાર્મિક
કાર્યોમાં એટલા બધા તલ્લીન રહ્યા કરતા હતા કે — બાહ્ય જગતની તથા આસ્વાદ્ય પદાર્થોની તેમને
કાંઈ પણ સુધ રહેતી નહોતી. આ વિષયમાં એક જનશ્રુતિ એવી પણ છે કે – જે કાળે તેઓ ગ્રંથ
રચના કરી રહ્યા હતા તે કાળમાં તેમનાં માતુશ્રીએ ખાદ્ય પદાર્થોમાં છ મહિના સુધી મીઠાલુણ નાખ્યું
નહોતું; છ મહિના પછી શાસ્ત્રરચના તરફથી તેમનો ઉપયોગ કંઈક ખસતાં એક દિવસ તેમણે
માતુશ્રીને પૂછ્યુંઃ માજી! આજે આપે દાળમાં મીઠાલુણ કેમ નાખ્યું નથી? એ સાંભળી માજી
બોલ્યાંઃ ભાઈ! હું તો આમ છ મહિનાથી મીઠાલુણ નાખતી નથી.’ આ બધું લખવાનું તાત્પર્ય એટલું
(૯)