Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 97 of 370
PDF/HTML Page 125 of 398

 

background image
છે તેમ બ્રહ્મા ઇચ્છા કરે તે અનુસાર સૃષ્ટિ નીપજે છે, તો તેથી બ્રહ્મા તો માત્ર ઇચ્છાનો
જ કર્તા થયો અને લોક તો સ્વયં નીપજ્યો! વળી ઇચ્છા તો પરમબ્રહ્મે કરી હતી તેમાં બ્રહ્માનું
કર્તવ્ય શું થયું કે જેથી તું બ્રહ્માને સૃષ્ટિનો નિપજાવવાવાળો કહે છે?
તું કહીશ કે‘‘પરમબ્રહ્મે પણ ઇચ્છા કરી તથા બ્રહ્માએ પણ ઇચ્છા કરી ત્યારે લોક
નીપજ્યો.’’ તો તેથી એમ જણાય છે કે કેવળ પરમબ્રહ્મની ઇચ્છા કાર્યકારી નથી અને તેથી
તેનામાં શક્તિહીનપણું આવ્યું.
વળી અમે પૂછીએ છીએ કેજો લોક કેવળ બનાવ્યો બને છે તો બનાવવાવાળો તો
સુખના અર્થે જ બનાવે અને ઇષ્ટ રચના જ કરે, પણ લોકમાં તો ઇષ્ટ પદાર્થ થોડા અને
અનિષ્ટ પદાર્થ ઘણા દેખાય છે! જીવોમાં દેવાદિક બનાવ્યા તે તો રમવા અર્થે વા ભક્તિ
કરાવવા અર્થે ઇષ્ટ બનાવ્યા હશે, પણ ઇયળ, કીડી, કૂતરાં, સૂવર અને સિંહાદિક શા માટે
બનાવ્યા? એ તો કાંઈ રમણીક નથી તથા ભક્તિ પણ કરતાં નથી, સર્વ પ્રકારે અનિષ્ટ જ
છે. દરિદ્રી, દુઃખી અને નારકીઓને જોવાથી પણ પોતાને જુગુપ્સા આદિ દુઃખ ઊપજે એવા
અનિષ્ટ શા માટે બનાવ્યા?
ત્યારે તે કહે છે કે‘‘એ જીવો પોતાના પાપ વડે ઇયળ, કીડી, દરિદ્રી અને નરકાદિ
પર્યાય ભોગવે છે.’’ ત્યાં અમે પૂછીએ છીએ કેપાછળથી તો પાપના જ ફળથી એવા પર્યાય
થયા કહે, પરંતુ પહેલાં લોકરચના કરતાં જ તેમને એવા શા માટે બનાવ્યા? વળી તે જીવો
પાછળથી પાપરૂપ પરિણમ્યા તે કેવી રીતે પરિણમ્યા? જો પોતે જ પરિણમ્યા એમ કહીશ તો
એમ જણાય છે કે
બ્રહ્માએ પહેલાં તો તેમને નિપજાવ્યા પણ પાછળથી તેઓ તેના આધીન
ન રહ્યા તેથી બ્રહ્માને દુઃખ જ થયું.
તું કહીશ કેબ્રહ્માના પરિણમાવ્યા તેઓ પરિણમે છે તો તેમને પણ પાપરૂપ શા માટે
પરિણમાવ્યા? જીવો તો પોતાના નિપજાવેલા હતા, તો તેમનું બૂરું તેણે શા માટે કર્યું? એટલે
એમ પણ બનતું નથી.
વળી અજીવ પદાર્થોમાં સુવર્ણસુગંધાદિ સહિત વસ્તુ બનાવી તે તો રમવા માટે બનાવી
પણ કુવર્ણદુર્ગંધાદિ સહિત દુઃખદાયક વસ્તુ બનાવી તે શા માટે બનાવી? એનાં દર્શનાદિકથી
બ્રહ્માને કાંઈ સુખ તો નહિ ઊપજતું હોય. તું કહીશ કે‘‘પાપી જીવોને દુઃખ આપવા માટે
બનાવી.’’ તો પોતે જ નિપજાવેલા જીવોથી તેણે આવી દુષ્ટતા શા માટે કરી કે તેમને દુઃખદાયક
સામગ્રી પહેલાંથી જ બનાવી? વળી ધૂળ પર્વતાદિક કેટલીક વસ્તુઓ એવી છે કે જે રમણીક
પણ નથી તથા દુઃખદાયક પણ નથી, એવી વસ્તુઓને શા માટે બનાવી? પોતાની મેળે તો
જેમ તેમ જ હોય તથા બનાવવાળો બનાવે તે તો પ્રયોજનસહિત જ બનાવે. માટે ‘‘બ્રહ્મા
સૃષ્ટિનો કર્તા છે’’ એ મિથ્યા વચન છે.
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૦૭