Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 121 of 370
PDF/HTML Page 149 of 398

 

background image
સમવાય છે.’’ હવે એ સામાન્યાદિક તો ઘણાને એક પ્રકારવડે એકવસ્તુમાં ભેદકલ્પનાવડે, તથા
ભેદકલ્પના અપેક્ષાએ સંબંધ માનવાવડે પોતાના વિચારોમાં જ થાય છે, પણ કોઈ જુદા પદાર્થો
તો નથી. વળી એને જાણવાથી કામ
ક્રોધાદિક મટાડવારૂપ વિશેષ પ્રયોજનની પણ સિદ્ધિ થતી
નથી, તેથી એને તત્ત્વ શા માટે કહો છો? જો એ જ પ્રમાણે તત્ત્વ કહેવાં હતાં તો પ્રમેયત્વાદિ
વસ્તુના અનંત ધર્મો છે, વા સંબંધ
આધારાદિ કારકોના અનેક પ્રકાર વસ્તુમાં સંભવે છે, એટલે
કાં તો એ બધા કહેવા હતા અથવા કાં તો પ્રયોજન જાણી કહેવા હતા. તેથી એ સામાન્યાદિક
તત્ત્વ પણ તેઓ વૃથા જ કહે છે.
એ પ્રમાણે વૈશેષિકોવડે કહેલાં તત્ત્વ કલ્પિત જાણવાં.
વળી તેઓ બે જ પ્રમાણ માને છે, પ્રત્યક્ષ અને અનુમાન. પણ એના સત્યઅસત્યનો
નિર્ણય જૈનના ન્યાયગ્રંથોથી જાણવો.
વળી નૈયાયિકો તો કહે છે કે‘‘વિષય, ઇન્દ્રિય, બુદ્ધિ, શરીર, સુખ, દુઃખ એ સર્વના
અભાવથી આત્માની જે સ્થિતિ, તે મોક્ષ છે.’’ અને વૈશેષિકો કહે છે કેચોવીસ ગુણોમાંથી બુદ્ધિ
આદિ નવ ગુણોનો અભાવ થવો તે મોક્ષ છે.’’ અહીં બુદ્ધિનો અભાવ કહ્યો પણ બુદ્ધિ નામ
તે જ્ઞાનનું છે અને જ્ઞાનનું અધિકરણપણું એ આત્માનું લક્ષણ કહ્યું હતું. હવે જ્ઞાનનો અભાવ
થતાં, લક્ષણનો અભાવ થવાથી લક્ષ્યનો પણ અભાવ થતાં, આત્માની સ્થિતિ કેવી રીતે રહી?
તથા જો બુદ્ધિ નામ મનનું છે, તો ભાવમન જ્ઞાનરૂપ જ છે, અને દ્રવ્યમન શરીરરૂપ છે. હવે
મોક્ષ થતાં દ્રવ્યમનનો સંબંધ અવશ્ય છૂટે છે, એટલે જડ એવા દ્રવ્યમનનું નામ બુદ્ધિ કેવી રીતે
હોય? વળી મનવત્ જ ઇન્દ્રિયો પણ જાણવી. તથા જો વિષયનો અભાવ થાય, વા સ્પર્શાદિક
વિષયોનું જાણવું મટે, તો જ્ઞાન કોનું નામ ઠરાવશો? તથા એ વિષયનો અભાવ થશે, તો લોકનો
પણ અભાવ થશે! વળી ત્યાં સુખનો અભાવ કહ્યો; પણ સુખના જ અર્થે તો ઉપાય કરીએ છીએ
તો તેનો જ્યાં અભાવ હોય, તે ઉપાદેય કેવી રીતે હોય? તથા આકુળતામય ઇન્દ્રિયજનિત સુખનો
ત્યાં અભાવ કહો તો એ સત્ય છે, કારણ કે
નિરાકુળતાલક્ષણ અતીન્દ્રિયસુખ તો ત્યાં સંપૂર્ણ
સંભવે છે, તેથી ત્યાં સુખનો અભાવ નથી. વળી શરીર, દુઃખ અને દ્વેષાદિકનો ત્યાં અભાવ કહે
છે, તે સત્ય છે.
વળી શિવમતમાં કર્તા નિર્ગુણઈશ્વર શિવ છે. તેને દેવ માને છે. તેના સ્વરૂપનું અન્યથાપણું
પૂર્વોક્ત પ્રકારથી જાણવું. તેઓમાં ભસ્મ, કોપીન, જટા, જનોઈ ઇત્યાદિ ચિહ્ન સહિત વેષ હોય
છે, તેના આચારાદિભેદથી ચાર પ્રકાર છેઃ
શેષ પાશુપત્, મહાવ્રતી અને કાલમુખ. એ બધા
૧. આપ્તમીમાંસા (દેવાગમ સ્તોત્ર) યુકત્પનુશાસન, અષ્ટસહસ્ત્રી, ન્યાય વિનિશ્ચય, સિદ્ધિવિનિશ્ચય
પ્રમાણસંગ્રહ, તત્ત્વાર્થશ્લોકવાર્ત્તિક, રાજવાર્ત્તિક, પ્રમેયકમલમાર્તંડ અને ન્યાયકુમુદચંદ્રોદય આદિ દાર્શનિક
ગ્રન્થોથી જાણવું જોઈએ.
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૩૧