રાગાદિક સહિત છે, માટે તે સુલિંગ નથી.
એ પ્રમાણે શિવમતનું નિરૂપણ કર્યું. હવે મીમાંસકમતનું સ્વરૂપ કહીએ છીએ.
✾ મીમાંસકમત — નિરાકરણ ✾
મીમાંસકના બે પ્રકાર છેઃ — બ્રહ્મવાદી અને કર્મવાદી.
તેમાં બ્રહ્મવાદી તો ‘આ સર્વ બ્રહ્મ છે, બીજું કાંઈ નથી’’ — એ પ્રમાણે વેદાંતમાં
અદ્વૈતબ્રહ્મને નિરૂપણ કરે છે. તેઓ ‘‘આત્મામાં લીન થવું તે મુક્તિ’’ કહે છે. એનું મિથ્યાપણું
પૂર્વે દર્શાવ્યું છે તે વિચારવું.
તથા કર્મવાદી – ક્રિયા, આચાર અને યજ્ઞાદિક કાર્યોના કર્તવ્યપણાને પ્રરૂપણ કરે છે, પણ
એ ક્રિયાઓમાં રાગાદિકનો સદ્ભાવ હોવાથી એ કાર્યો કોઈ કાર્યકારી નથી.
વળી ત્યાં ‘‘ભટ્ટ’’ અને ‘‘પ્રભાકર’’ વડે કરેલી બે પદ્ધતિ છે. તેમાં ભટ્ટ તો પ્રત્યક્ષ,
અનુમાન, વેદ, ઉપમા, અર્થાપત્તિ અને અભાવ એ છ પ્રમાણ માને છે અને પ્રભાકર અભાવ
વિના પાંચ જ પ્રમાણ માને છે, પણ તેનું સત્યાસત્યપણું જૈનશાસ્ત્રોથી જાણવું.
વળી ત્યાં ષટ્કર્મ સહિત, બ્રહ્મસૂત્રના ધારક અને શૂદ્રઅન્નાદિકના ત્યાગી, ગૃહસ્થાશ્રમ
છે નામ જેનું, એવા ભટ્ટ છે, તથા વેદાંતમાં યજ્ઞોપવીત રહિત, વિપ્રઅન્નાદિકના ગ્રાહક અને
ભાગવત છે નામ જેમનું, તેમના ચાર પ્રકાર છે — કુટીયર, બહૂદક, હંસ અને પરમહંસ. હવે
એ કંઈક ત્યાગ વડે સંતુષ્ટ થયા છે, પરંતુ જ્ઞાન – શ્રદ્ધાનનું મિથ્યાપણું અને રાગાદિકનો સદ્ભાવ
તેમને હોય છે, તેથી એ વેષ કાર્યકારી નથી.
✾ જૈમિનીયમત – નિરાકરણ ✾
જૈમિનીયમતમાં એમ કહે છે કે — ‘‘સર્વજ્ઞદેવ કોઈ છે નહિ; વેદવચન નિત્ય છે; તેનાથી
યથાર્થ નિર્ણય થાય છે; માટે પહેલાં વેદપાઠ વડે ક્રિયામાં પ્રવર્તવું એવું, ‘‘નોદના’’ (પ્રેરણા) છે
લક્ષણ જેનું, એવા ધર્મનું સાધન કરવું. જેમ કહે છે કે — ‘‘स्वःकामोऽग्नि यजेत् – સ્વર્ગાભિલાષી
અગ્નિને પૂજે,’’ ઇત્યાદિ તેઓ નિરૂપણ કરે છે.
અહીં પૂછીએ છીએ કે – શૈવ, સાંખ્ય, નૈયાયિકાદિક બધા વેદને માને છે, અને તમે પણ
માનો છો, તો તમારા અને તેઓ બધાના તત્ત્વાદિક નિરૂપણમાં પરસ્પર વિરુદ્ધતા દેખાય છે,
તેનું શું કારણ? વેદમાં જ કોઈ ઠેકાણે કંઈ અને કોઈ ઠેકાણે કંઈ નિરૂપણ કર્યું, તો તેની પ્રમાણતા
કેવી રીતે રહી? તથા જો મતવાળા જ એવું નિરૂપણ કરે છે, તમે પરસ્પર ઝઘડી, નિર્ણય કરી,
એકને વેદના અનુસાર તથા અન્યને વેદથી વિરુદ્ધ ઠરાવો. અમને તો એમ ભાસે છે કે – વેદમાં
જ પૂર્વાપર વિરુદ્ધતા સહિત નિરૂપણ છે, તેથી તેનો પોતપોતાની ઇચ્છાનુસાર અર્થ ગ્રહણ કરી
૧૩૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક