જુદાજુદા મતના અધિકારી થયા છે. હવે એવા વેદને પ્રમાણ કેવી રીતે માનીએ? વળી અગ્નિ
પૂજવાથી સ્વર્ગ થાય, પણ અગ્નિને મનુષ્યથી ઉત્તમ કેમ માનીએ? એ તો પ્રત્યક્ષવિરુદ્ધ છે. એ
સ્વર્ગદાતા કેવી રીતે હોય? એ જ પ્રમાણે અન્ય વેદવચન પણ પ્રમાણવિરુદ્ધ છે. વળી વેદમાં
બ્રહ્મ કહ્યો છે, તો સર્વજ્ઞ કેમ માનતા નથી? ઇત્યાદિ પ્રકારથી જૈમિનીયમત કલ્પિત જાણવો.
✾ બૌદ્ધમત – નિરાકરણ ✾
બૌદ્ધમતમાં ૧ચાર આર્યસત્ય પ્રરૂપણ કરે છે – દુઃખ, આયતન, સમુદાય અને માર્ગ. ત્યાં
સંસારીને બંધરૂપ તે દુઃખ છે. તેના ૨પાંચ પ્રકાર છે – વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને રૂપ.
રૂપાદિકને જાણવું તે વિજ્ઞાન છે, સુખ – દુઃખને અનુભવવું તે વેદના છે, સૂતેલાનું જાગવું
તે સંજ્ઞા છે, ભણેલાને યાદ કરવું તે સંસ્કાર છે, તથા રૂપને ધારણ કરવું તે રૂપ છે. હવે અહીં
વિજ્ઞાનાદિકને દુઃખ કહ્યું તે મિથ્યા છે, કારણ કે – દુઃખ તો કામ – ક્રોધાદિક છે, જ્ઞાન કાંઈ દુઃખ
નથી. પ્રત્યક્ષ જોઈએ છીએ કે – કોઈને જ્ઞાન થોડું છે, પણ ક્રોધ – લોભાદિક ઘણા છે, તો તે દુઃખી
છે, તથા કોઈને જ્ઞાન ઘણું છે પણ ક્રોધ – લોભાદિક અલ્પ છે, વા નથી, તો તે સુખી છે. તેથી
વિજ્ઞાનાદિક દુઃખ નથી.
વળી આયતન બાર કહે છે – પાંચ ઇન્દ્રિયો, તેના શબ્દાદિક પાંચ વિષયો, એક મન, અને
એક ધર્માયતન. હવે એ આયતન શામાટે કહે છે? કારણ કે – તેઓ સર્વને ક્ષણિક કહે છે. તો
તેનું શું પ્રયોજન છે?
વળી જેનાથી રાગાદિકનો સમૂહ નીપજે, એવો આત્મા અને આત્મીય એ છે નામ જેનું,
તે સમુદાય છે. ત્યાં અહંરૂપ આત્મા અને મમરૂપ આત્મીય જાણવા. પણ તેને ક્ષણિક માને છે
એટલે એને કહેવાનું પણ કાંઈ પ્રયોજન નથી.
તથા સર્વ સંસ્કાર ક્ષણિક છે, એવી જે વાસના તે માર્ગ છે. હવે ઘણા કાળ સુધી સ્થાયી
હોય, એવી કેટલીક વસ્તુઓ પ્રત્યક્ષ જોઈએ છીએ. તમે કહેશો કે – એક અવસ્થા રહેતી નથી
તે તો અમે પણ માનીએ છીએ. સૂક્ષ્મ પર્યાય ક્ષણસ્થાયી છે. વળી એ વસ્તુનો જ નાશ માનો,
તો એ નાશ થતો દેખાતો નથી, તો અમે કેવી રીતે માનીએ? કારણ કે – બાળ, વૃદ્ધાદિ અવસ્થામાં
એક આત્માનું અસ્તિત્વ જણાય છે. જો તે એક નથી, તો પહેલાં અને પછીના કાર્યનો એક કર્તા
કેમ માને છે? તું કહીશ કે – ‘‘સંસ્કારથી એમ છે.’’ તો એ સંસ્કાર કોને છે? જેને (એ સંસ્કાર)
१.दुःखमायतनं चैव ततः समुदयो मतः ।
मार्गश्चेत्यस्य च व्याख्या क्रमेण श्रूयतामतः ।।३६।।
२.दुःखं संसारिणः स्कंधास्ते च पंञ्चप्रकीर्तिताः ।
विज्ञानं वेदना संज्ञा संस्कारोरूपमेव च ।।३७।। वि. वि. ।।३७।।
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૩૩