Moksha Marg Prakashak (Gujarati). Charvaka Mat-nirakaran.

< Previous Page   Next Page >


Page 124 of 370
PDF/HTML Page 152 of 398

 

background image
છે તે નિત્ય છે કે ક્ષણિક? જો નિત્ય છે, તો સર્વ ક્ષણિક શાથી કહે છે? તથા જો ક્ષણિક છે,
તો જેનો આધાર જ ક્ષણિક છે, તે સંસ્કારોની પરંપરા કેવી રીતે કહે છે? વળી સર્વ ક્ષણિક
થયું ત્યારે પોતે પણ ક્ષણિક થયો, તો તું એવી વાસનાને માર્ગ કહે છે, પણ એ માર્ગના ફળને
પોતે તો પામતો જ નથી, તો પછી એ માર્ગમાં શા માટે પ્રવર્તે છે? વળી તારા મતમાં નિરર્થક
શાસ્ત્ર શા માટે કર્યાં? કારણ કે
ઉપદેશ તો કાંઈ કર્તવ્યવડે ફળ પામવા માટે આપીએ છીએ.
એ પ્રમાણે આ માર્ગ પણ મિથ્યા છે.
વળી રાગાદિક જ્ઞાનસંતાનવાસનાનો ઉચ્છેદ અર્થાત્ નિરોધ, તેને મોક્ષ કહે છે. પણ ક્ષણિક
થયો ત્યારે મોક્ષ કોને કહે છે? રાગાદિકનો અભાવ થવો અમે પણ માનીએ છીએ, પણ પોતાના
જ્ઞાનાદિક સ્વરૂપનો અભાવ થતાં તો પોતાનો અભાવ થાય, તો તેનો ઉપાય કરવો હિતકારી કેમ
હોય? હિતાહિતનો વિચાર કરવાવાળું તો જ્ઞાન જ છે, તો પોતાના અભાવને જ્ઞાની હિત કેમ
માને?
બૌદ્ધમતમાં પ્રત્યક્ષ અને અનુમાન એ બે જ પ્રમાણ માને છે. પણ તેના સત્યાસત્યનું
નિરૂપણ જૈનશાસ્ત્રોથી જાણવું. જો એ બે જ પ્રમાણ છે, તો તેમના શાસ્ત્ર અપ્રમાણ થયાં તો
તેનું નિરૂપણ શા માટે કર્યું? કારણ કે
પ્રત્યક્ષ અનુમાન તો જીવ પોતે જ કરી લેશે, તમે શાસ્ત્ર
શા માટે બનાવ્યાં?
વળી તેઓ સુગતને દેવ માને છે, અને તેનું નગ્ન વા વિક્રિયારૂપ સ્વરૂપ સ્થાપે છે, જે
વિટંબણારૂપ છે. કમંડળ અને રક્તાંબરના ધારક, પૂર્વાહ્નકાળમાં ભોજન કરનાર, ઇત્યાદિ લિંગરૂપ
બૌદ્ધમતના ભિક્ષુક હોય છે, પણ ક્ષણિકને વેષ ધારવાનું પ્રયોજન શું? પરંતુ મહંતતા માટે કલ્પિત
નિરૂપણ કરવું વા વેષ ધારવું થાય છે.
એ પ્રમાણે બૌદ્ધ છે, તેના ચાર પ્રકાર છેવૈભાષિક, સૌત્રાંતિક, યોગાચાર અને
માધ્યમિક. તેમાં વૈભાષિકજ્ઞાનસહિત પદાર્થ માને છે, સૌત્રાંતિકપ્રત્યક્ષ દેખાય છે તે જ
છે, એ સિવાય કંઈ નથી, એમ માને છે, યોગાચારઆચારસહિત બુદ્ધિને માને છે, તથા
માધ્યમપદાર્થના આશ્રય વિના જ્ઞાનને જ માને છે. તેઓ માત્ર પોતપોતાની કલ્પના કરે છે,
પણ વિચાર કરતાં તેમાં કાંઈ ઠેકાણાની વાત નથી.
એ પ્રમાણે બૌદ્ધમતનું નિરૂપણ કર્યું.
ચાર્વાકમતનિરાકરણ
‘‘કોઈ સર્વજ્ઞદેવ, ધર્મ, અધર્મ, મોક્ષ, પરલોક અને પાપપુણ્યનું ફળ છે જ નહિ. આ
ઇન્દ્રિયગોચર જે કંઈ છે તે જ લોક છે’’એમ ચાર્વાક કહે છે.
તેને પૂછીએ છીએ કેસર્વજ્ઞદેવ આ કાળક્ષેત્રમાં નથી કે સર્વકાળક્ષેત્રમાં નથી? આ
૧૩૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક