કાળ – ક્ષેત્રમાં તો અમે પણ માનતા નથી, પણ સર્વકાળ – ક્ષેત્રમાં નથી, એવું સર્વજ્ઞ વિના જાણવું
કોને થયું? જે સર્વ કાળ – ક્ષેત્રને જાણે તે જ સર્વજ્ઞ, તથા નથી જાણતો, તો નિષેધ કેવી રીતે
કરે છે?
વળી ધર્મ – અધર્મ લોકમાં પ્રસિદ્ધિ છે, જો એ કલ્પિત હોય તો સર્વજનસુપ્રસિદ્ધ કેવી
રીતે હોય? ધર્મ – અધર્મરૂપ પરિણતિ થતી પણ જોઈએ છીએ, અને તેનાથી વર્તમાનમાં જ
સુખી – દુઃખી થતાં જોઈએ છીએ, તો તેને કેમ ન માનીએ? મોક્ષનું હોવું અનુમાનમાં આવે
છે, કારણ કે – ક્રોધાદિક દોષ કોઈમાં ઓછા છે, કોઈમાં વધારે છે, તેથી જાણીએ છીએ કે –
કોઈમાં એની નાસ્તિ પણ થતી હશે. તથા જ્ઞાનાદિક ગુણો કોઈમાં ઓછા ને કોઈમાં વધારે
દેખાય છે, તેથી જાણીએ છીએ કે – કોઈને સંપૂર્ણ પણ થતાં હશે. એ પ્રમાણે જેને સર્વ દોષોની
હાનિ તથા ગુણોની પ્રાપ્તિ હોય તે જ મોક્ષ અવસ્થા છે.
વળી પુણ્ય – પાપનું ફળ પણ જોઈએ છીએ, જુઓ – કોઈ ઉદ્યમ કરે તોપણ દરિદ્રી રહે
છે, ત્યારે કોઈને સ્વયં લક્ષ્મી થાય છે. તથા કોઈ શરીરનો યત્ન કરે તોપણ રોગી રહે છે,
ત્યારે કોઈને વિના યત્ને પણ રોગ મટી જાય છે – નીરોગતા રહે છે ઇત્યાદિ પ્રત્યક્ષ જોઈએ
છીએ. હવે એનું કારણ કોઈ તો હશે? જે એનું કારણ છે, તે જ પુણ્ય – પાપ છે.
વળી પરલોક પ્રત્યક્ષ – અનુમાનથી ભાસે છે, વ્યંતરાદિક છે તે એવું કહેતા જોવામાં આવે
છે, — ‘‘હું અમુક હતો, તે દેવ થયો છું’’ તું કહીશ કે – ‘‘એ તો પવન છે,’’ પણ અમે તો
‘‘હું છું’’ ઇત્યાદિ ચેતનાભાવ જેના આશ્રયે હોય, તેને જ આત્મા કહીએ છીએ. હવે એનું નામ
તું પવન કહે છે, પણ પવન તો ભીંત આદિવડે અટકે છે, પરંતુ આત્મા તો દાટ્યો કે બંધ
કર્યો છતાં પણ અટકતો નથી, તેથી તેને પવન કેમ મનાય?
તથા જેટલો ઇન્દ્રિયગોચર છે તેટલો જ તું લોક કહે છે, પણ તારી ઇન્દ્રિયગોચર તો
થોડા જ યોજનના દૂરવર્તી ક્ષેત્ર અને થોડા સરખા અતીત – અનાગત કાળ અર્થાત્ એટલા પણ
ક્ષેત્ર – કાળવર્તી પદાર્થો થઈ શકતા નથી, અને દૂરદેશની વા ઘણાકાળની વાતો પરંપરાગત
સાંભળીએ છીએ. માટે સર્વનું જાણવું તને નથી, તો તું આટલો જ લોક કેવી રીતે કહે છે?
વળી ચાર્વાક મતમાં કહે છે કે — ‘‘પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશ મળતાં ચેતના
થઈ આવે છે. હવે મર્યા પછી પૃથ્વી આદિ તો અહીં રહ્યાં, અને ચેતનાવાન પદાર્થ ગયો તે
વ્યંતરાદિક થયો, એટલે પ્રત્યક્ષ તે જુદા – જુદા જોઈએ છીએ. વળી એક શરીરમાં પૃથ્વી આદિ
તો ભિન્ન – ભિન્ન ભાસે છે, અને ચેતના એક ભાસે છે. હવે જો પૃથ્વી આદિના આધારે ચેતના
હોય તો હાડ, લોહી, ઉચ્છ્વાસાદિને પણ જુદી જુદી જ ચેતના ઠરે તથા હાથ વગેરે કાપતાં
જેમ તેની સાથે વર્ણાદિક રહે છે, તેમ ચેતના પણ રહે. વળી અહંકારબુદ્ધિ તો ચેતનાને છે.
હવે પૃથ્વીઆદિરૂપ શરીર તો અહીં જ રહ્યું, તો વ્યંતરાદિક પર્યાયમાં પૂર્વપર્યાયનું અહંપણું માનતાં
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૩૫