અહીં કોઈ કહે કે – ‘‘અમે તો જેનામાં યથાર્થ આચરણ દેખીશું, તેને જ સાધુ માનીશું,
અન્યને નહિ’’ તેને અમે પૂછીએ છીએ કે – ‘‘એક સંઘમાં ઘણા વેષધારી છે, ત્યાં જેને યથાર્થ
આચરણ માનો છો, તે બીજાઓને સાધુ માને છે કે નહિ? જો માને છે, તો તે તમારાથી
પણ અશ્રદ્ધાની થયો, તો પછી તેને પૂજ્ય કેવી રીતે માનો છો! તથા નથી માનતો, તો તેની
સાથે સાધુનો વ્યવહાર શામાટે રાખો છો? વળી પોતે તો તેને સાધુ ન માને, પણ પોતાના
સંઘમાં રાખી બીજાઓની પાસે સાધુ મનાવી અન્યને અશ્રદ્ધાની કરે, એવું કપટ શામાટે કરે?
વળી તમે જેને સાધુ માનતા નથી, તો અન્ય જીવોને પણ એવો જ ઉપદેશ આપશો કે – ‘‘આને
સાધુ ન માનો.’’ તો એ પ્રમાણે તો ધર્મપદ્ધતિમાં વિરુદ્ધતા થાય! તથા જેને તમે સાધુ માનો
છો, તેનાથી પણ તમારો વિરોધ થયો; કારણ કે – તે આને સાધુ માને છે. વળી તમે જેનામાં
યથાર્થ આચરણ માનો છો, ત્યાં વિચારવડે જુઓ, તો તે પણ યથાર્થ મુનિધર્મ પાળતો નથી.
અહીં કોઈ કહે – ‘‘અન્ય વેષધારી કરતાં તો આ ઘણા સારા છે, તેથી અમે તેમને સાધુ
માનીએ છીએ.’’ પણ અન્યમતિઓમાં તો નાના પ્રકારના વેષ સંભવે, કારણ કે ત્યાં રાગભાવનો
નિષેધ નથી, પણ આ જૈનમતમાં તો જેમ કહ્યું છે તેમ જ થતાં, સાધુસંજ્ઞા હોય.
અહીં કોઈ કહે કે — ‘‘શીલ – સંયમાદિ પાળે છે, તપશ્ચરણાદિ કરે છે, તેથી જેટલું
કરે તેટલું તો ભલું છે?’’
તેનું સમાધાનઃ — એ સત્ય છે. ધર્મ થોડો પણ પાળવો ભલો છે, પરંતુ પ્રતિજ્ઞા તો
મહાનધર્મની કરવામાં આવે અને પાળીએ થોડો તો ત્યાં પ્રતિજ્ઞાભંગથી મહાપાપ થાય છે. જેમ
કોઈ ઉપવાસની પ્રતિજ્ઞા કરી એકવાર ભોજન કરે, તો તેને ઘણી વખત ભોજનનો સંયમ હોવા
છતાં પણ, પ્રતિજ્ઞાભંગથી પાપી કહીએ છીએ. તેમ મુનિધર્મની પ્રતિજ્ઞા કરી કોઈ કિંચિત્ ધર્મ
ન પાળે તો તેને શીલ – સંયમાદિ હોવા છતાં પણ પાપી જ કહેવાય તથા જેમ કોઈ એકાસણાની
પ્રતિજ્ઞા કરી એકવાર ભોજન કરે, તો તે ધર્માત્મા જ છે; તેમ પોતાનું શ્રાવકપદ ધારણ કરી,
થોડું પણ ધર્મસાધન કરે, તો તે ધર્માત્મા જ છે. પણ અહીં તો ઉચ્ચનામ ધરાવી, નીચી ક્રિયા
કરવાથી પાપીપણું સંભવે છે. જો યથાયોગ્ય નામ ધરાવી ધર્મક્રિયા કરતો હોત તો પાપીપણું
થાત નહિ. જેટલો ધર્મ સાધે તેટલો જ ભલો છે.
અહીં કોઈ કહે કે — ‘‘પંચમકાળના અંત સુધી ચતુર્વિધસંઘનો સદ્ભાવ કહ્યો
છે. તેથી આમને સાધુ ન માનીએ તો કોને માનીએ?’’
તેનો ઉત્તરઃ — જેમ આ કાળમાં હંસનો સદ્ભાવ કહ્યો છે, તથા ગમ્યક્ષેત્રમાં હંસ
દેખાતા નથી, તેથી કાંઈ બીજાઓને તો હંસ માન્યા જતા નથી, હંસ જેવું લક્ષણ મળતાં જ
હંસ માન્યા જાય તેમ આ કાળમાં સાધુનો સદ્ભાવ છે તથા ગમ્યક્ષેત્રમાં સાધુ દેખાતા નથી,
તેથી કાંઈ બીજાઓને તો સાધુ માન્યા જાય નહિ, પણ સાધુનાં લક્ષણ મળતાં જ સાધુ માન્યા
જાય. વળી એમનો પણ આ કાળમાં થોડા જ ક્ષેત્રમાં સદ્ભાવ દેખાય છે, ત્યાંથી દૂર ક્ષેત્રમાં
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૫૯