જ પાછો મોક્ષમાર્ગ માને છે. એ તો બંધમાર્ગ અને મોક્ષમાર્ગને એક કર્યો, પણ
એ મિથ્યા છે.
વ્યવહારધર્મમાં પણ અનેક વિપરીત નિરૂપણ કરે છે. ‘*નિંદકને મારવામાં પાપ નથી.’
એમ કહે છે. હવે તીર્થંકરાદિના અસ્તિત્વમાં પણ અન્યમતી નિંદકો થયા, તેમને ઇંદ્રાદિકે માર્યા
નહિ, જો પાપ ન થતું હોય તો તેમને ઇંદ્રાદિકે કેમ ન માર્યા? વળી પ્રતિમાને આભરણાદિ
બનાવે છે, પણ પ્રતિબિંબ તો વીતરાગભાવ વધારવા માટે સ્થાપન કર્યું હતું? ત્યાં આભરણાદિ
બનાવ્યાં, એટલે એ પણ અન્યમતની મૂર્તિવત્ થઈ, ઇત્યાદિક અનેક અન્યથા નિરૂપણ તેઓ
કરે છે. અહીં ક્યાં સુધી કહીએ?
એ પ્રમાણે શ્વેતાંબર મત કલ્પિત જાણવો. કારણ કે – ત્યાં સમ્યગ્દર્શનાદિકનું અન્યથા
નિરૂપણ હોવાથી મિથ્યાદર્શનાદિક જ પુષ્ટ થાય છે, માટે તેનું શ્રદ્ધાનાદિક ન કરવું.
✾ ઢૂંઢકમત – નિરાકરણ ✾
એ શ્વેતાંબરમાં ઢૂંઢિયા પ્રગટ થયા. તેઓ પોતાને સાચા ધર્માત્મા માને છે, પણ તે ભ્રમ
છે. શા માટે? એ અહીં કહીએ છીએ.
કોઈ તો વેષ ધારણ કરી સાધુ કહેવડાવે છે, પણ તેમના ગ્રંથાનુસાર પણ વ્રત-સમિતિ –
ગુપ્તિ આદિનું સાધન ભાસતું નથી. મન – વચન – કાય અને કૃત – કારિત – અનુમોદનાવડે સર્વ-
સાવદ્યયોગ ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરી, પાછળથી પાળતા નથી, બાળકને, ભોળાને વા કોઈ
શૂદ્રાદિકને પણ દીક્ષા આપે છે. એ પ્રમાણે ત્યાગ કરે, તથા ત્યાગ કરતી વેળા કાંઈ વિચાર
પણ ન કરે કે – હું શાનો ત્યાગ કરું છું? પાછળથી પાળે પણ નહિ, છતાં તેને બધા સાધુ
માને છે.
વળી તે કહે છે કે — ‘‘પાછળથી ધર્મબુદ્ધિ થઈ જાય, ત્યારે તો તેનું ભલું થાય ને?’’
પણ પ્રથમથી જ દીક્ષા આપવાવાળાએ પ્રતિજ્ઞાભંગ થતી જાણીને પણ પ્રતિજ્ઞાભંગ કરાવી, તથા
આણે પ્રતિજ્ઞા અંગીકાર કરી ભંગ કરી, એ પાપ કોને લાગ્યું? પાછળથી તે ધર્માત્મા થવાનો
નિશ્ચય શો? વળી જે સાધુનો ધર્મ અંગીકાર કરી, યથાર્થ ન પાળે, તેને સાધુ માનવો કે ન
માનવો? જો માનવો, તો જે સાધુ – મુનિ નામ ધરાવે છે, પણ ભ્રષ્ટ છે, તે સર્વને સાધુ માનો!
તથા ન માનવો, તો તેને સાધુપણું ન રહ્યું! તમે જેવા આચરણથી સાધુ માનો છો, તેનું પાલન
પણ કોઈ વિરલાને જ હોય છે, તો પછી સર્વને સાધુ શામાટે માનો છો?
* શ્વેતાંબરમાન્ય મહાનિશીથ શાસ્ત્રમાં લખ્યું છે કે – ‘देव – गुरु धम्मकज्जे, चूरिज्जई चक्कवटी सेणंजो ।
णवि कुणदि साहू तओ अनंत संसारी होई ।।१।। संघस्स कारणेणं चूरिज्जई चक्कवटी सेण्णंपि, जओ णं चूरिज्जई
तं अणंत संसारी होई ।।२।। ભગવતી સૂત્રમાં સુમંગળાચાર્યનું દ્રષ્ટાન્ત પણ છે. (નરહત્યા, પશુહત્યા કરી
પાપ ન લાગ્યું.)
૧૫૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક