Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 147 of 370
PDF/HTML Page 175 of 398

 

background image
અરહંતાદિકનું સ્વરૂપ જ અન્યથા કહે છે. વળી તત્ત્વશ્રદ્ધાન થયા વિના માત્ર એટલા જ
શ્રદ્ધાનથી સમ્યક્ત્વ કેવી રીતે હોય? માટે તે મિથ્યા કહે છે.
વળી તત્ત્વોના શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહે છે. પણ પ્રયોજનસહિત તત્ત્વોનું શ્રદ્ધાન કહેતા
નથી. ગુણસ્થાનમાર્ગણાદિરૂપ જીવનું, અણુસ્કંધાદિરૂપ અજીવનું, પુણ્યપાપના સ્થાનોનું,
અવિરતિ આદિ આસ્રવોનું, વ્રતાદિરૂપ સંવરનું, તપશ્ચરણાદિરૂપ નિર્જરાનું, તથા સિદ્ધ થવાના
લિંગાદિભેદોવડે મોક્ષનું સ્વરૂપ જેવું તેમના શાસ્ત્રોમાં લખ્યું છે, તે પ્રમાણે શીખી લઈએ, અને
કેવલીનું વચન પ્રમાણ છે. એવા જ તત્ત્વાર્થશ્રદ્ધાનવડે સમ્યક્ત્વ થયું માને છે.
અમે પૂછીએ છીએ કેગ્રૈવેયક જવાવાળા દ્રવ્યલિંગી મુનિને એવું શ્રદ્ધાન હોય
છે કે નહિ? જો હોય છે, તો તેને મિથ્યાદ્રષ્ટિ શા માટે કહો છો? તથા નથી, તો તેણે તો
જૈનલિંગ ધર્મબુદ્ધિપૂર્વક ધાર્યું છે, તો તેને દેવાદિકની પ્રતીતિ કેમ ન થઈ? તેને ઘણો શાસ્ત્રાભ્યાસ
છે, છતાં તેણે જીવાદિકના ભેદ કેમ ન જાણ્યા? તથા અન્યમતનો લવલેશ પણ અભિપ્રાયમાં
નથી, છતાં તેને અરહંતવચનની પ્રતીતિ કેમ ન થઈ? તેને એવું શ્રદ્ધાન તો છે, પરંતુ સમ્યક્ત્વ
ન થયું. વળી નારકી, ભોગભૂમિયા અને તિર્યંચાદિને એવું શ્રદ્ધાન થવાનું નિમિત્ત નથી, છતાં
તેમને ઘણાકાળ સુધી સમ્યક્ત્વ રહે છે, તેથી તેમને એવું શ્રદ્ધાન નથી હોતું, તોપણ સમ્યક્ત્વ
હોય છે.
તેથી સમ્યક્શ્રદ્ધાનનું સ્વરૂપ એવું નથી. સાચું સ્વરૂપ આગળ વર્ણન કરીશું
ત્યાંથી જાણવું.
વળી શાસ્ત્રોનો અભ્યાસ કરવો, તેને તેઓ સમ્યગ્જ્ઞાન કહે છે. હવે દ્રવ્યલિંગી મુનિને
શાસ્ત્રાભ્યાસ હોવા છતાં પણ મિથ્યાજ્ઞાન કહ્યું, તથા અસંયતસમ્યગ્દ્રષ્ટિના વિષયાદિક જાણવાને
પણ સમ્યગ્જ્ઞાન કહ્યું,
તેથી એવું સ્વરૂપ નથી. સાચું સ્વરૂપ આગળ કહીશું તે જાણવું.
વળી તેમનાં નિરૂપણ કરેલાં અણુવ્રતમહાવ્રતાદિરૂપ શ્રાવકયતિનો ધર્મ ધારવાવડે
સમ્યક્ચારિત્ર થયું માને છે. પણ પ્રથમ તો વ્રતાદિકનું સ્વરૂપ જ અન્યથા કહે છે, એ કંઈક
પૂર્વે ગુરુવર્ણનમાં કહ્યું છે, તથા દ્રવ્યલિંગીને મહાવ્રત હોવા છતાં પણ સમ્યક્ચારિત્ર હોતું નથી.
વળી તેમના મતાનુસાર ગૃહસ્થાદિકને મહાવ્રતાદિ અંગીકાર કર્યા વિના પણ સમ્યક્ચારિત્ર થાય
છે,
પણ એવું સ્વરૂપ નથી. સાચું સ્વરૂપ અન્ય છે, જે આગળ કહીશું.
અહીં તે કહે છે કે‘‘દ્રવ્યલિંગીના અંતરંગમાં પૂર્વોક્ત શ્રદ્ધાનાદિક નથી, માત્ર બાહ્ય
જ થયાં છે, તેથી તેમને સમ્યક્ત્વાદિક ન થયાં.’’
તેનો ઉત્તરઃજો અંતરંગ નથી અને બાહ્ય ધારે છે, તો તે કપટથી ધારે છે. હવે
તેને જો કપટ હોય તો ગ્રૈવેયક કેવી રીતે જાય? તે તો નરકાદિમાં જાય. બંધ તો અંતરંગ
પરિણામોથી થાય છે, તેથી અંતરંગ જૈનધર્મરૂપ પરિણામ થયા વિના ગ્રૈવેયક જવું સંભવે નહિ.
વળી તેઓ વ્રતાદિરૂપ શુભોપયોગથી જ દેવગતિનો બંધ માને છે, તથા તેને
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૫૭