કરવું, તથા હિંસાદિરૂપ વ્યાપાર ન કરવો, ઇત્યાદિ તેનાં અંગોની તો મુખ્યતા નથી,
✾ મુખપÀી આદિનો નિષેધા ✾
પણ મુખપટ્ટી બાંધવી અને શૌચાદિક થોડું કરવું, ઇત્યાદિ કાર્યોની તેઓ મુખ્યતા કરે
છે, પણ મેલયુક્ત પટ્ટીમાં થૂંકના સંબંધથી જીવ ઊપજે, તેનો તો યત્ન નથી, પણ પવનની
હિંસાનો યત્ન બતાવે છે, તો નાસિકાદ્વારા ઘણો પવન નીકળે છે, તેનો યત્ન કેમ કરતા નથી?
વળી તેમના શાસ્ત્રાનુસાર જો બોલવાનો જ યત્ન કર્યો તો તેને (મુખપટ્ટીને) સર્વદા શામાટે રાખો
છો? જ્યારે બોલો ત્યારે યત્ન કરી લો! કહે છે કે – ‘‘ભૂલી જઈએ છીએ.’’ હવે જો એટલું
પણ યાદ રહેતું નથી. તો અન્ય ધર્મસાધન કેવી રીતે થશે? શૌચાદિક થોડાં કરો છો, પણ
સંભવિત શૌચ તો મુનિ પણ કરે છે, માટે ગૃહસ્થોએ પોતાના યોગ્ય શૌચ તો કરવો. કારણ
કે – સ્ત્રીસંગમાદિ કરી શૌચ કર્યા વિના સામાયિકાદિ ક્રિયા કરવાથી, અવિનય – વિક્ષિપ્તતાદિવડે
પાપ ઊપજે છે. એ પ્રમાણે તેઓ જેની મુખ્યતા કરે છે તેનું પણ ઠેકાણું નથી. તેઓ દયાનાં
કેટલાંક અંગ યોગ્ય પાળે છે, હરિતકાય આદિનો ત્યાગ કરે છે, જળ થોડું નાખે છે, તેનો
અમે નિષેધ કરતા નથી.
✾ મૂર્તિપૂજા નિષેધાનું નિરાકરણ ✾
વળી એવી અહિંસાનો એકાંત પકડી તેઓ પ્રતિમા, ચૈત્યાલય અને પૂજનાદિ ક્રિયાનું
ઉત્થાપન કરે છે. પણ તેમના જ શાસ્ત્રોમાં પ્રતિમા આદિનું નિરૂપણ કરે છે, તેને આગ્રહથી
લોપ કરે છે. ભગવતી સૂત્રમાં ૠદ્ધિધારી મુનિનું નિરૂપણ છે, ત્યાં મેરુગિરિ આદિમાં
જઈ ‘‘तत्थ चेचयाइं वंदई’’ એવો પાઠ છે. તેનો અર્થ – ‘‘ત્યાં ચૈત્યોને વંદું છું.’’ હવે ચૈત્ય
નામ પ્રસિદ્ધ રીતે પ્રતિમાનું છે, છતાં તેઓ હઠ કરી કહે છે કે – ‘‘ચૈત્ય શબ્દના જ્ઞાનાદિક
અનેક અર્થ થાય છે, ત્યાં બીજા અર્થ છે, પણ પ્રતિમા અર્થ નથી.’’ હવે તેને પૂછીએ છીએ
કે – મેરુગિરિ અને નંદીશ્વરદ્વીપમાં જઈ ત્યાં ચૈત્યવંદના કરી. હવે ત્યાં જ્ઞાનાદિકની વંદના કરવાનો
અર્થ કેવી રીતે સંભવે? જ્ઞાનાદિકની વંદના તો સર્વત્ર સંભવે છે. પણ જે વંદના યોગ્ય ચૈત્ય
હોય ત્યાં જ સંભવે તથા સર્વત્ર ન સંભવે તેને, ત્યાં વંદના કરવાનો વિશેષ સંભવે. હવે એવી
સંભવિત અર્થ પ્રતિમા જ છે, તથા ચૈત્ય શબ્દનો મુખ્ય અર્થ પણ પ્રતિમા જ છે, એ પ્રસિદ્ધ
છે. એ જ અર્થ વડે ચૈત્યાલય નામ સંભવે છે. તેને હઠ કરી શામાટે લોપો છો?
વળી દેવાદિક નંદીશ્વરદ્વીપાદિમાં જઈ પૂજનાદિ ક્રિયા કરે છે, તેનું વ્યાખ્યાન તેમનામાં
જ્યાં – ત્યાં છે. તથા લોકમાં પણ જ્યાં – ત્યાં અકૃત્રિમપ્રતિમાનું નિરૂપણ છે. હવે એ રચના
અનાદિ છે. તે કાંઈ ભોગ કુતૂહલાદિ માટે તો નથી. તથા ઇન્દ્રાદિકોનાં સ્થાનોમાં નિષ્પ્રયોજન
રચના સંભવે નહિ. હવે ઇન્દ્રાદિક તેને જોઈ શું કરે છે? કાં તો પોતાના મંદિરોમાં એ
નિષ્પ્રયોજન રચના જોઈ તેનાથી ઉદાસીન થતા હશે અને ત્યાં તેમને દુખ થતું હશે, પણ એ
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૬૧