ઇત્યાદિ અનેક પ્રકારથી જ્યોતિષીદેવોને પૂજે છે, તે મિથ્યા છે.
વળી દેવી – દહાડી આદિ છે, તેમાં કોઈ તો વ્યંતરી વા જ્યોતિષિણી છે, તેનું અન્યથા
સ્વરૂપ માની કોઈ પૂજનાદિક કરે છે, તથા કોઈ કલ્પિત છે, તેનું પણ કલ્પના વડે જ પૂજનાદિક
કરે છે.
એ પ્રમાણે વ્યંતરાદિકના પૂજનનો નિષેધ કર્યો.
✾ ક્ષેત્રપાલ, પદ્માવતી આદિને પૂજવાનો નિષેધા ✾
પ્રશ્નઃ — ક્ષેત્રપાલ, દહાડી અને પદ્માવતી આદિ દેવી, તથા યક્ષ – યક્ષિણી
આદિ કે જે જૈનમતને અનુસરે છે, તેમનું પૂજનાદિ કરવામાં તો દોષ નથી?
ઉત્તરઃ — જૈનમતમાં તો સંયમ ધારવાથી પૂજ્યપણું હોય છે. હવે દેવોને સંયમ હોતો
જ નથી, વળી તેમને સમ્યક્ત્વી માની પૂજીએ છીએ; તો ભવનત્રિક દેવોમાં સમ્યક્ત્વની પણ
મુખ્યતા નથી. તથા જો સમ્યક્ત્વવડે જ પૂજીએ, તો સર્વાર્થસિદ્ધિ અને લૌકાંતિક દેવોને જ કેમ
ન પૂજીએ? તમે કહેશો તે ‘‘આમને જિનભક્તિ વિશેષ છે,’’ પણ ભક્તિની વિશેષતા તો સૌધર્મ
ઇન્દ્રને પણ છે તથા તે સમ્યગ્દ્રષ્ટિ પણ છે, તો તેને છોડી આમને શામાટે પૂજો છો? તમે
કહેશો કે ‘‘જેમ રાજાને પ્રતિહારાદિક છે, તેમ તીર્થંકરને આ ક્ષેત્રપાલાદિક છે,’’ પણ
સમવસરણાદિમાં તો તેમનો અધિકાર જ નથી. માટે એ જૂઠી માન્યતા છે. વળી જેમ
પ્રતિહારાદિક દ્વારા રાજાને મળી શકાય છે, તેમ એ તીર્થંકરનો મેળાપ કરાવતા નથી, ત્યાં તો
જેને ભક્તિ હોય, તે તીર્થંકરનાં દર્શનાદિક કરે છે. અને એ પણ કાંઈ કોઈને આધીન નથી.
જુઓ તો ખરા આ અજ્ઞાનતા! આયુધાદિસહિત, અને રૌદ્ર છે સ્વરૂપ જેનું, તેની ગાઈ
ગાઈને ભક્તિ કરે છે. હવે જૈનમતમાં પણ જો રૌદ્ર રૂપ પૂજ્ય થયું તો એ પણ અન્યમતના
સમાન જ થયો. તીવ્ર મિથ્યાત્વભાવથી જૈનમતમાં પણ એવી વિપરીત પ્રવૃત્તિરૂપ માન્યતા
હોય છે.
એ પ્રમાણે ક્ષેત્રપાળાદિકને પણ પૂજવા યોગ્ય નથી.
વળી ગાય – સર્પાદિક તિર્યંચ, કે જે પોતાનાથી પ્રત્યક્ષ હીન ભાસે છે, તેમનો
તિરસ્કારાદિક પણ કરી શકીએ છીએ, તથા તેમની નિંદ્યદશા પ્રત્યક્ષ જોઈએ છીએ. વૃક્ષ, અગ્નિ,
જલાદિક સ્થાવર છે, તે તો તિર્યંચોથી પણ અત્યંત હીન અવસ્થાને પ્રાપ્ત જોઈએ છીએ. તથા
શસ્ત્ર, ખડિયો વગેરે તો અચેતન છે, સર્વશક્તિથી હીન પ્રત્યક્ષ જોઈએ છીએ. તેમાં પૂજ્યપણાનો
ઉપચાર પણ સંભવતો નથી, તેથી તેમને પૂજવા એ મહામિથ્યાભાવ છે. તેમને પૂજવાથી પ્રત્યક્ષ
વા અનુમાનથી પણ કોઈ ફળપ્રાપ્તિ ભાસતી નથી. તેથી તેમને પૂજવા એ યોગ્ય નથી.
છઠ્ઠો અધિકારઃ કુદેવ-કુગુરુ-કુધર્મ-નિરાકરણ ][ ૧૭૩