Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 169 of 370
PDF/HTML Page 197 of 398

 

background image
તથા હિંસાદિ નાના પ્રકારના આરંભ કરે છે. પણ અલ્પપરિગ્રહ ગ્રહણ કરવાનું ફળ નિગોદ
કહ્યું છે, તો આવા પાપોનું ફળ તો અનંતસંસાર અવશ્ય હોય.
વળી લોકોની અજ્ઞાનતા તો જુઓ! કોઈ એક નાની પ્રતિજ્ઞા ભંગ કરે, તેને તો તેઓ
પાપી કહે છે, પણ આવી મહાન પ્રતિજ્ઞા ભંગ કરતા જોવા છતાં તેને ગુરુ માને છે. મુનિ
સમાન તેનું સન્માનાદિક કરે છે. શાસ્ત્રમાં કૃત
કારિતઅનુમોદનાનું એકસરખું ફળ કહ્યું છે,
તેથી તેમને પણ એવું જ ફળ લાગે છે.
મુનિપદ લેવાનો ક્રમ તો આ છે કેપહેલાં તત્ત્વજ્ઞાન થાય, પછી ઉદાસીન પરિણામ
થાય, પરિષહાદિ સહન કરવાની શક્તિ થાય. અને તે પોતાની મેળે જ મુનિ થવા ઇચ્છે, ત્યારે
શ્રીગુરુ તેને મુનિધર્મ અંગીકાર કરાવે.
આ તે કઈ જાતની વિપરીતતા છે કેતત્ત્વજ્ઞાનરહિત અને વિષયાસક્ત જીવને, માયા
વડે વા લોભ બતાવી મુનિપદ આપી, પાછળથી અન્યથા પ્રવૃત્તિ કરાવવી! પણ એ મહાન
અન્યાય છે.
એ પ્રમાણે કુગુરુ અને તેના સેવનનો અહીં નિષેધ કર્યો.
હવે એ કથનને દ્રઢ કરવા માટે અન્ય શાસ્ત્રોની સાક્ષી આપીએ છીએ.
‘ઉપદેશસિદ્ધાંતરત્નમાળા’માં કહ્યું છે કે
गुरुणो भट्टा जाचा सद्दे थुणि ऊण लिंति दाणाइं
दोण्णवि अमुणिचसारा दूसमिसमयम्मि बुड्ढंति ।।३१।।
અર્થઃકાળદોષથી ગુરુ જે છે તે તો ભાટ થયા, ભાટ સમાન શબ્દોવડે દાતારની
સ્તુતિ કરીને, દાનાદિ ગ્રહણ કરે છે. પણ તેથી આ દુષમકાળમાં દાતાર અને પાત્ર બંને
સંસારસમુદ્રમાં ડૂબે છે. વળી ત્યાં કહ્યું છે કે
सप्पे दिट्ठे णासइ लोओ णहि कोवि किंपि अक्खेइ
जो चयइ कुगुरु सप्पं हा मूढा भणई तं दुट्ठं ।।३६।।
અર્થઃસર્પને દેખી કોઈ ભાગે, તેને તો લોક કાંઈ પણ કહે નહિ, પણ હાય હાય
જુઓ તો ખરા! કે આ કુગુરુસર્પને કોઈ છોડે, તેને મૂઢ લોકો દુષ્ટ અને બૂરો કહે છે.
सप्पो इक्कं मरणं कुगुरु अणंताइ देह मरणाईं
तो वर सप्पं गहियं मा कुगुरु सेवणं भद्दं ।।३७।।
અર્થઃસર્પવડે તો એક જ વખત મરણ થાય છે, પણ આ કુગુરુ અનંતમરણ આપે
છઠ્ઠો અધિકારઃ કુદેવ-કુગુરુ-કુધર્મ-નિરાકરણ ][ ૧૭૯