એ જ વાત ષટ્પાહુડમાં શ્રીકુંદકુંદાચાર્યે કહી છેઃ —
एगं जिणस्स रूवं र्बायं उक्किट्ठसावयाणं तु,
अवरट्ठियाण तइयं चउत्थ पुण लिंग दंसणं णत्थि ।।१८।। (दर्शनपाहुड)
અર્થઃ — એક તો જિનસ્વરૂપ – નિર્ગ્રંથ દિગંબર મુનિલિંગ, બીજું ઉત્કૃષ્ટશ્રાવકરૂપ –
દશમી – અગિયારમી પ્રતિમાધારક શ્રાવકલિંગ, અને ત્રીજું આર્યિકાઓનું રૂપ એ સ્ત્રીઓનું લિંગ,
એ પ્રમાણે એ ત્રણ લિંગ તો શ્રદ્ધાનપૂર્વક છે, ચોથું લિંગ સમ્યક્દર્શનસ્વરૂપ કોઈ નથી.
ભાવાર્થ — એ ત્રણ લિંગ વિના અન્ય લિંગને જે માને છે તે શ્રદ્ધાની નથી, પણ મિથ્યાદ્રષ્ટિ
છે. વળી એ વેષોમાં કોઈ વેષી પોતાના વેષની પ્રતીતિ કરાવવા અર્થે કિંચિત્ ધર્મના અંગને
પણ પાળે છે, જેમ કોઈ ખોટા રૂપિયા ચલાવવાવાળો તેમાં કંઈક રૂપાનો અંશ પણ રાખે છે,
તેમ આ પણ ધર્મનું કોઈ અંગ બતાવી પોતાનું ઉચ્ચપદ મનાવે છે.
પ્રશ્નઃ — જેટલું ધર્મસાધન કર્યું, તેનું તો ફળ થશે?
ઉત્તરઃ — જેમ કોઈ ઉપવાસનું નામ ધરાવી, કણમાત્ર પણ ભક્ષણ કરે તો તે પાપી
છે; પણ એકાશનનું નામ ધરાવી, કોઈ કિંચિત્ન્યૂન ભોજન કરે, તોપણ તે ધર્માત્મા છે; તેમ
કોઈ ઉચ્ચપદનું નામ ધરાવી, તેમાં કિંચિત્ પણ અન્યથા પ્રવર્તે, તો તે મહાપાપી છે. પણ
નીચાપદનું નામ ધરાવી, થોડું પણ ધર્મસાધન કરે, તો તે ધર્માત્મા છે. માટે ધર્મસાધન તો જેટલું
બને તેટલું કરો, એમાં કોઈ દોષ નથી, પણ ઉચ્ચ ધર્માત્મા નામ ધરાવી નીચી ક્રિયા કરતાં
તો તે મહાપાપી જ થાય છે. ષટ્પાહુડમાં શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે કે —
जहजायरूवसरिसो तिलतुसमित्तं ण गिहदि हत्तेसु
जइ लेइ अप्पबहुयं तत्तो पुण जाइ णिग्गोदम् ।।१८।। (सूत्रपाहुड)
અર્થઃ — મુનિપદ છે તે યથાજાતરૂપ સદ્રશ છે; જેવો જન્મ થયો હતો તેવું નગ્ન છે.
એ મુનિ, અર્થ જે ધનવસ્ત્રાદિ વસ્તુને તિલતુસમાત્ર પણ ગ્રહણ કરે નહિ. કદાપિ તેને થોડીઘણી
પણ ગ્રહણ કરે, તો તેથી તે નિગોદ જાય.
જુઓ! ગૃહસ્થપણામાં ઘણો પરિગ્રહ રાખી, કંઈક પ્રમાણ કરે, તોપણ તે સ્વર્ગ – મોક્ષનો
અધિકારી થાય છે, ત્યારે મુનિપણામાં કિંચિત્ પરિગ્રહ અંગીકાર કરતાં પણ તે નિગોદગામી
થાય છે, માટે ઉચ્ચ નામ ધરાવી નીચી પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી.
જુઓ! આ હુંડાવસર્પિણીકાળમાં આ કળિકાળ પ્રવર્તે છે. જેના દોષથી જૈનમતમાં પણ
આજે વિષયકષાયાસક્ત જીવ મુનિપદ ધારણ કરે છે. તેઓ સર્વસાવદ્યના ત્યાગી થઈ
પંચમહાવ્રતાદિ અંગીકાર કરે છે, છતાં શ્વેત – રક્તાદિ વસ્ત્રોને ગ્રહણ કરે છે, ભોજનાદિમાં
લોલુપી હોય છે, પોતપોતાની પદ્ધતિ વધારવામાં ઉદ્યમી હોય છે. કોઈ ધનાદિક પણ રાખે છે,
૧૭૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક
23