નથી, તથા લજ્જા છૂટી નથી, તો પાઘડી અને અંગરખાદિ પ્રવૃત્તિરૂપ વસ્ત્રાદિકનો શામાટે ત્યાગ
કર્યો? તથા એને છોડી આવા સ્વાંગ બનાવવામાં કયું ધર્મનું અંગ થયું? પણ માત્ર ગૃહસ્થોને
ઠગવા માટે જ એવા વેષો છે, એમ જાણવું. કારણ કે – જો તેઓ ગૃહસ્થ જેવો પોતાનો સ્વાંગ
રાખે, તો ગૃહસ્થ કેવી રીતે ઠગાય? પણ તેમને આવા વેષ દ્વારા આ ગૃહસ્થો પાસેથી
આજીવિકા, ધનાદિક તથા માનાદિક પ્રયોજન સાધવું છે. તેથી તેઓ એવા સ્વાંગ બનાવે છે,
અને ભોળું જગત એ સ્વાંગને જોઈ ઠગાય છે, ધર્મ થયો માને છે. પણ એ ભ્રમ છે,
‘ઉપદેશસિદ્ધાંતરત્ન’માં કહ્યું છે કે —
जह कुवि वेस्सारत्तो मुसिज्जमाणो विमण्णए हरिसं,
तह मिच्छवेसमुसिया गयं पि ण मुणंति धम्म-णिहिं ।।५।।
(ઉપદેશસિદ્ધાન્તરત્નમાળા)
અર્થઃ — જેમ કોઈ વેશ્યાસક્ત પુરુષ ધનાદિ ઠગાવતો હોવા છતાં પણ હર્ષ માને છે,
તેમ મિથ્યાવેષવડે ઠગાતા જીવો, નાશ પામતા ધર્મધનને જાણતા નથી. ભાવાર્થ — એ
મિથ્યાવેષવાળા જીવોની સુશ્રુષાદિથી પોતાનું ધર્મધન નાશ થાય છે, તેનો તો તેમને ખેદ નથી,
પણ ઊલટા મિથ્યાબુદ્ધિથી હર્ષ કરે છે.
ત્યાં કોઈ તો — મિથ્યાશાસ્ત્રોમાં નિરૂપણ કરેલા વેષને ધારણ કરે છે; એ શાસ્ત્રોના
રચવાવાળા પાપાશયીઓએ સુગમક્રિયાથી, ઉચ્ચપદપ્રાપ્તિના પ્રરૂપણથી ‘‘અમારી માન્યતા થશે, વા
અન્ય ઘણા જીવો આ માર્ગમાં જોડાશે,’’ એવા અભિપ્રાયથી મિથ્યા ઉપદેશ આપ્યો. અને તેની
પરંપરાવડે વિચારરહિત જીવો, એટલો પણ વિચાર કરતા નથી કે – સુગમક્રિયાથી ઉચ્ચપદપ્રાપ્તિ
બતાવે છે, ત્યાં કંઈક દગો છે! પણ માત્ર ભ્રમપૂર્વક તેમના કહેલા માર્ગમાં તેઓ પ્રવર્તે છે.
વળી કોઈ – શાસ્ત્રોમાં નિરૂપણ કરેલા કઠણ માર્ગ તો પોતાનાથી સધાય નહિ, અને પોતાનું
ઉચ્ચનામ ધરાયા વિના લોક માને પણ નહિ, એ અભિપ્રાયથી યતિ, મુનિ, આચાર્ય, ઉપાધ્યાય,
સાધુ, ભટ્ટારક, સંન્યાસી, યોગી, તપસ્વી અને નગ્ન ઇત્યાદિ નામ તો ઉચ્ચ ધરાવે છે, પણ
તેવા આચરણોને સાધી શકતા નથી, તેથી ઇચ્છાનુસાર નાના પ્રકારના વેષ બનાવે છે, તથા
કેટલાક તો પોતાની ઇચ્છાનુસાર જ નવીન નામ ધારણ કરે છે અને ઇચ્છાનુસાર વેષ બનાવે
છે. અને એવા અનેક વેષ ધારવાથી પોતાનામાં ગુરુપણું માને છે, પણ એ મિથ્યા છે.
પ્રશ્નઃ — વેષ તો ઘણા પ્રકારના દેખાય છે, તો તેમાં સાચા{જૂઠા વેષની
પિછાણ કેવી રીતે થાય?
ઉત્તરઃ — જે વેષમાં વિષય – કષાયનો કાંઈ પણ લગાવ નથી, તે વેષ સાચો છે. એ
સાચો વેષ ત્રણ પ્રકારનો છે, બાકીના સર્વવેષ મિથ્યા છે.
છઠ્ઠો અધિકારઃ કુદેવ-કુગુરુ-કુધર્મ-નિરાકરણ ][ ૧૭૭