છે, વા ધર્માત્મા થયા છે અને અમે તેની સંતતિ છીએ. માટે અમે ગુરુ છીએ.’’ પણ એ
વડીલોના વડીલો તો એવા હતા નહિ, હવે તેમની સંતતિમાં આમને ઉત્તમકાર્ય કરતાં જો ઉત્તમ
માનો છો, તો એ ઉત્તમ પુરુષોની સંતતિમાં જે ઉત્તમ કાર્ય ન કરે, તેને શામાટે ઉત્તમ માનો
છો? શાસ્ત્રોમાં વા લોકમાં પણ પ્રસિદ્ધ છે કે – પિતા શુભકાર્યવડે ઉચ્ચપદ પામે છે, તથા પુત્ર
અશુભકાર્યવડે નીચપદ પામે છે. વા પિતા અશુભકાર્યવડે નીચપદ પામે છે, ત્યારે પુત્ર
શુભકાર્યવડે ઉચ્ચપદ પામે છે. માટે પૂર્વ વડીલોની અપેક્ષાએ મહંતતા માનવી યોગ્ય નથી.
એ પ્રમાણે કુળવડે ગુરુપણું માનવું, એ મિથ્યાભાવ સમજવો.
વળી કોઈ – પટ્ટવડે ગુરુપણું માને છે. પૂર્વે કોઈ મહાનપુરુષ થયો હોય, તેની પાટે જે
શિષ્ય – પ્રતિશિષ્ય ચાલ્યા આવતા હોય, તેમાં એ મહંતપુરુષ જેવા ગુણ ન હોય, તોપણ તેમાં
ગુરુપણું માનવામાં આવે છે જો એમ જ હોય, તો એ પાટમાં કોઈ ગાદીપતિ પરસ્ત્રીગમનાદિક
મહાપાપકાર્ય કરશે, તે પણ ધર્માત્મા થશે તથા સુગતિને પ્રાપ્ત થશે, પણ એમ તો સંભવે નહિ.
તથા જો તે મહાપાપી છે, તો તેને ગાદીનો અધિકાર જ ક્યાં રહ્યો? માટે જે ગુરુપદયોગ્ય
કાર્ય કરે, તે જ ગુરુ છે.
વળી કોઈ – પહેલાં તો સ્ત્રી આદિના ત્યાગી હતા, પણ પાછળથી ભ્રષ્ટ થઈ વિવાહાદિ
કાર્ય કરી ગૃહસ્થ થયા, તેમની સંતતિ પણ પોતાને ગુરુ માને છે. પણ ભ્રષ્ટ થયા પછી ગુરુપણું
ક્યાં રહ્યું? ગૃહસ્થવત્ એ પણ થયા. હા! એટલું વિશેષ થયું કે – આ ભ્રષ્ટ થઈ ગૃહસ્થ થયા,
તો તેમને મૂળગૃહસ્થધર્મી કેવી રીતે ગુરુ માને?
વળી કોઈ – અન્ય તો બધાં પાપકાર્ય કરે, પણ માત્ર એક સ્ત્રી પરણે નહિ, અને એ
જ અંગ વડે પોતાનામાં ગુરુપણું માને છે. હવે એક અબ્રહ્મચર્ય જ પાપ નથી, પરંતુ હિંસા –
પરિગ્રહાદિક પણ પાપ છે. એ કરવા છતાં પણ તેમને ધર્માત્મા – ગુરુ કેવી રીતે મનાય? બીજું
એ કાંઈ ધર્મબુદ્ધિથી વિવાહાદિકનો ત્યાગી થયો નથી, પણ કોઈ આજીવિકા વા લજ્જાદિ
પ્રયોજન અર્થે વિવાહ કરતો નથી. જો ધર્મબુદ્ધિ હોત, તો હિંસાદિક શામાટે વધારત? વળી
જેનામાં ધર્મબુદ્ધિ નથી, તેની શીલની દ્રઢતા પણ રહે નહિ, અને વિવાહ કરે નહિ ત્યારે તે
પરસ્ત્રીગમનાદિ મહાપાપ ઉપજાવે, તેથી એવી ક્રિયા હોવા છતાં તેનામાં ગુરુપણું માનવું એ
મહા ભ્રમબુદ્ધિ છે.
વળી કોઈ – કોઈ પ્રકારના વેષ ધારવાથી ગુરુપણું માને છે. પણ માત્ર વેષ ધારવામાં
શો ધર્મ થયો, કે જેથી ધર્માત્મા તેને ગુરુ માને? તેમાં કોઈ ટોપી પહેરે છે, કોઈ ગૂદરી
(ગોદડી) રાખે છે, કોઈ ચોળો પહેરે છે. કોઈ ચાદર ઓઢે છે, કોઈ લાલવસ્ત્ર રાખે છે, કોઈ
શ્વેતવસ્ત્ર રાખે છે, કોઈ ભગવાં રાખે છે, કોઈ ટાટ પહેરે છે, કોઈ મૃગછાલા પહેરે છે, તથા
કોઈ રાખ લગાવે છે, ઇત્યાદિ અનેક સ્વાંગ બનાવે છે. પણ જો શીત – ઉષ્ણાદિક સહન થતાં
૧૭૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક