ન હોય, તથા રાગ – દ્વેષની અત્યંત તીવ્રતા હોય ત્યારે જ જે કારણ નથી, તેને પણ ઇષ્ટ –
અનિષ્ટનું કારણ માને છે ત્યારે કુદેવોની માન્યતા થાય છે.
એ પ્રમાણે તીવ્ર મિથ્યાત્વાદિભાવ થતાં, મોક્ષમાર્ગ અતિ દુર્લભ થઈ જાય છે.
✾ કુગુરુના શ્રદ્ધાનાદિકનો નિષેધા ✾
હવે આગળ કુગુરુના શ્રદ્ધાનાદિકનો નિષેધ કરીએ છીએઃ —
જે જીવ વિષય – કષાયાદિક અધર્મરૂપ તો પરિણમે છે, અને માનાદિકથી પોતાને ધર્માત્મા
મનાવે છે, ધર્માત્માયોગ્ય નમસ્કારાદિ ક્રિયા કરાવે છે, કિંચિત્ ધર્મનું કોઈ અંગ ધારી મહાન
ધર્માત્મા કહેવડાવે છે, તથા મહાન ધર્માત્મા યોગ્ય ક્રિયા કરાવે છે, એ પ્રમાણે ધર્મના આશ્રયવડે
પોતાને મહાન મનાવે છે, તે બધા કુગુરુ જાણવા. કારણ કે – ધર્મપદ્ધતિમાં તો વિષય – કષાયાદિ
છૂટતાં જેવો ધર્મ ધારે, તેવું જ પોતાનું પદ માનવું યોગ્ય છે.
✾ કુળઅપેક્ષા ગુરુપણાનો નિષેધા ✾
ત્યાં કોઈ તો કુળવડે પોતાને ગુરુ માને છે. તેમાં કેટલાક બ્રાહ્મણાદિક તો કહે છે કે –
‘‘અમારું કુળ જ ઉચ્ચ છે, તેથી અમે સર્વના ગુરુ છીએ.’’ પણ કુળની ઉચ્ચતા તો ધર્મસાધનથી
છે. જો કોઈ ઉચ્ચકુળમાં ઊપજીને હીન આચરણ કરે, તો તેેને ઉચ્ચ કેવી રીતે માનીએ? જો
કુળમાં ઊપજવાથી જ ઉચ્ચપણું રહે, તો માંસભક્ષણાદિ કરવા છતાં પણ તેને ઉચ્ચ જ માનો,
પણ એમ બને નહિ. ભારતગ્રંથમાં પણ અનેક પ્રકારના બ્રાહ્મણો કહે છે, ત્યાં ‘‘જે બ્રાહ્મણ
થઈ ચાંડાલકાર્ય કરે, તેને ચાંડાલબ્રાહ્મણ કહેવા,’’ એમ કહ્યું છે. જો કુળથી જ ઉચ્ચપણું રહે,
તો એવી હીનસંજ્ઞા શા માટે આપી?
વળી વૈષ્ણવશાસ્ત્રોમાં એવું પણ કહ્યું છે કે – ‘‘વેદવ્યાસાદિક માછલી આદિથી ઊપજ્યાં.’’
તો ત્યાં કુળનો અનુક્રમ કેવી રીતે કહ્યો? તથા મૂળ ઉત્પત્તિ તો બ્રહ્માથી કહે છે, તેથી સર્વનું
એક જ કુળ છે, ભિન્ન કુળ ક્યાં રહ્યું? વળી ઉચ્ચકુળની સ્ત્રીને નીચકુળના પુરુષથી તથા
નીચકુળની સ્ત્રીને ઉચ્ચકુળના પુરુષથી સંગમ થતાં સંતતિ થતી જોવામાં આવે છે, ત્યાં ઉચ્ચ –
નીચ કુળનું પ્રમાણ ક્યાં રહ્યું?
પ્રશ્નઃ — જો એમ છે, તો ઉચ્ચ – નીચ કુળનો વિભાગ શા માટે માનો છો?
ઉત્તરઃ — લૌકિક કાર્યમાં તો અસત્યપ્રવૃત્તિ પણ સંભવે, પરંતુ ધર્મકાર્યમાં તો અસત્યતા
સંભવે નહિ. માટે ધર્મપદ્ધતિમાં તો કુળ અપેક્ષા મહંતપણું સંભવતું નથી, પણ ધર્મસાધનથી જ
મહંતપણું હોય છે. બ્રાહ્મણાદિ કુળોમાં જે મહંતતા છે, તે ધર્મપ્રવૃત્તિથી છે; ધર્મપ્રવૃત્તિ છોડી
હિંસાદિક પાપપ્રવૃત્તિમાં પ્રવર્તતાં મહંતપણું કેવી રીતે રહે?
વળી કોઈ કહે છે કે – ‘‘અમારા પૂર્વવડીલો મહાન ભક્ત થઈ ગયા છે, સિદ્ધ થયા
છઠ્ઠો અધિકારઃ કુદેવ-કુગુરુ-કુધર્મ-નિરાકરણ ][ ૧૭૫