છે અને કુગુરુના શ્રદ્ધાન સહિત છે, તે સમ્યગ્દ્રષ્ટિ ક્યાંથી હોય? તથા સમ્યક્ત્વ વિના અન્ય
ધર્મ પણ ન હોય, તો તે ધર્મ વિના વંદન યોગ્ય ક્યાંથી હોય?
जे दंसणेसु भट्ठाः णाणे भट्ठा चरित्तभट्ठा य ।
एदे भट्ठ वि भट्ठा सेस पि जणं विणासंति ।।८।। (दर्शनपाहुड)
અર્થઃ — જે શ્રદ્ધાનમાં, ભ્રષ્ટ છે, જ્ઞાનમાં ભ્રષ્ટ છે, તથા ચારિત્રમાં ભ્રષ્ટ છે. તે જીવ
ભ્રષ્ટમાં પણ ભ્રષ્ટ છે, અન્ય જીવો કે જેઓ તેનો ઉપદેશ માને છે, તે જીવોનો પણ તે નાશ
કરે છે – બૂરું કરે છે.
વળી કહે છે કે
—
जे दंसणेसु भट्ठा पाए पाडंति दंसणधराणं ।
ते होंति लल्लमूआ बोही पुण दुल्लहा तेसिं ।।१२।। (दर्शनपाहुड)
અર્થઃ — જે પોતે તો સમ્યક્ત્વથી ભ્રષ્ટ છે. છતાં સમ્યક્ત્વધારકોને પોતાના પગે
પડાવવા ઇચ્છે છે, તે લૂલા, ગૂંગા, વા સ્થાવર થઈ જાય છે, તથા તેને બોધિની પ્રાપ્તિ
મહાદુર્લભ થઈ જાય છે.
जे वी पडंति च तेसिं जाणंता लज्जागारवभयेण ।
तेसिं पि णत्थि बोही पावं अणुमोचमाणाणं ।।१३।। (दर्शनपाहुड)
અર્થઃ — જે જાણતો હોવા છતાં પણ, લજ્જા, ગારવ અને ભયથી તેના પગે પડે
છે, તેને પણ બોધિ અર્થાત્ સમ્યક્ત્વ નથી. કેવા છે એ જીવો? માત્ર પાપની અનુમોદના કરે
છે. પાપીઓનું સન્માનાદિક કરતાં પણ તે પાપની અનુમોદનાનું ફળ લાગે છે.
વળી કહે છે કે —
जस्स परिग्गहगहणं अप्पं बहुयं च हवइ लिंगस्स ।
सो गरहिउ जिणवयणे परिगहरहिओ णिरायारो ।।१९।। (सूत्रपाहुड)
અર્થઃ — જે લિંગમાં થોડો વા ઘણો પરિગ્રહનો અંગીકાર છે, તે લિંગ જિનવચનમાં
નિંદા યોગ્ય છે. પરિગ્રહરહિત જ અણગાર હોય છે. કહે છે કે —
धम्मम्मि णिप्पवासो दोसावासो य इच्छुफु ल्लसमो ।
णिष्फलनिग्गुणयारो, णडसवणो णग्गरूवेण ।।७१।। (भावपाहुड)
અર્થઃ — જે ધર્મમાં નિરુદ્યમી અને દોષોનું ઘર છે, તે ઈક્ષુફૂલ સમાન નિષ્ફળ છે;
જે ગુણોના આચરણથી રહિત છે, તે માત્ર નગ્નરૂપવડે નટશ્રમણ છે – ભાંડસમાન વેષધારી છે.
છઠ્ઠો અધિકારઃ કુદેવ-કુગુરુ-કુધર્મ-નિરાકરણ ][ ૧૮૧