હવે નગ્ન થતાં તો ભાંડનું દ્રષ્ટાંત સંભવે છે, પણ પરિગ્રહ રાખે તો એ દ્રષ્ટાંત પણ બને નહિ.
કહ્યું છે કે —
जे पावमोहियमई लिंगं घेत्तूण जिणवरिंदाणं ।
पावं कुणंति पावा ते चत्ता मोक्खमग्गम्मि ।।७८।। (मोक्षपाहुड)
અર્થઃ — પાપવડે મોહિત થઈ છે બુદ્ધિ જેની, એવા જે જીવો જિનવરનું લિંગ ધારી
પાપ કરે છે, તે પાપમૂર્તિ મોક્ષમાર્ગમાં ભ્રષ્ટ જાણવા.
વળી કહ્યું છે કે —
जे पंचचेलसत्ता गंथग्गाहींय जायणासीला ।
आधाकम्मम्मि रया ते चत्ता मोक्खमग्गम्मि ।।७९।। (मोक्षपाहुड)
અર્થઃ — જે પાંચપ્રકારના વસ્ત્રોમાં આસક્ત છે, પરિગ્રહને ગ્રહણ કરવાવાળા છે,
યાચના સહિત છે, તથા આધાકર્માદિ દોષોમાં લીન છે, તે મોક્ષમાર્ગમાં ભ્રષ્ટ જાણવા.
બીજી પણ ગાથા ત્યાં તે શ્રદ્ધાનને દ્રઢ કરવા માટે કહેલ છે તે ત્યાંથી જાણવું.
શ્રી કુંદકુંદાચાર્યકૃત લિંગપાહુડમાં, જેઓ મુનિલિંગધારી હિંસા, આરંભ, યંત્ર – મંત્રાદિ કરે
છે, તેનો ઘણો નિષેધ કર્યો છે.
શ્રીગુણભદ્રાચાર્યકૃત આત્માનુશાસનમાં પણ કહ્યું છે કે —
इतस्ततश्च त्रस्यन्तो विभावर्य्यां यथा मृगाः ।
वनाब्दिषन्त्युपग्रामं कलौ कष्ट तपस्विनः ।।१९७।।
અર્થઃ — જેમ રાત્રિ વિષે મૃગ જ્યાં ત્યાંથી ભયવાન બની વનમાંથી નગરની સમીપ
આવીને વસે છે, તેમ આ કળિકાળમાં તપસ્વી પણ મૃગની માફક જ્યાં ત્યાંથી ભયભીત
બની, વનમાંથી નગરની સમીપ આવી વસે છે, એ મહાખેદકારક કાર્ય છે. અહીં નગર-
સમીપ જ રહેવું નિષેધ્યું તો નગરમાં રહેવું તો સ્વયં નિષેધ થયું. વળી એ જ ગ્રંથમાં કહ્યું
છે કે —
वरं गार्हस्थ्यमेवाद्य तपसो भावि जन्मनः ।
सुस्त्रीकटाक्षलुण्टाकैर्लुप्तवैराग्यसंपदः ।।१९८।।
અર્થઃ — જેનાથી અનંતસંસાર થવા યોગ્ય છે, એવા તપ કરતાં તો ગૃહસ્થપણું જ
ભલું છે, કેવું છે એ તપ? પ્રભાત થતાં જ સ્ત્રીઓના કટાક્ષરૂપ લુંટારાઓવડે જેની વૈરાગ્યસંપદા
લુંટાઈ ગઈ છે.
૧૮૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક